ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના રાધનપુરમાં 20 જૂલાઇના રોજ સીનાડ ગામે લાખેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જેના 4 આરોપી મુદ્દામાલ સાથે ઝડપી રાધનપુર પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી. રાધનપુર પોલીસને દરમિયાન બાતમી હતી કે, સીનાડ ગામે લાખેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી ફરાર થઇ ગયેલા ઈસમો ધરવડી અતિથિ હોટલ ખાતે આવ્યા છે અને ચોરીનો મુદ્દમાલ વેચવાની ફિરાકમાં છે.
જે હકીકતના આધારે પોલીસે 4 ઈસમોને પકડી મુદ્દામાલ રિકવર કરી મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.પોલીસે વિપુલ નારખણભાઈ ઠાકોર, પ્રકાશ નાથાભાઇ રાવળ, લંબા તેજાભાઇ અને ચમન સોનાભાઇ ઠાકોરને પકકડી જેલ હવાલે કર્યા હતા.
પોલીસે આરોપીઓના મોબાઇલ અને ચોરીનો મળી કુલ 55 હજાર 20 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ અન્ય ગુનામાં પણ સંડોવાયેલા છે.