ગરવી તાકાત, બોટાદ: જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા મેંગો શરબત નું વાહન ચાલકોને પીવડાવવાનું આયોજન કર્યું. ગરમીમાં ફરજ બજાવતા જિલ્લા ટ્રાફિક પોલીસે ગરમીનો અનુભવ કરતા વાહન ચાલકોને મેંગો શરબત પીવડાવવાનો વિચાર આવ્યો. કાળઝાળ ગરમી વચ્ચે સેવાનું કામ કરતા પોલીસે આનંદ વ્યક્ત કર્યો હતો.
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું જોવા મળ્યું. હાલ સમગ્ર રાજ્યમાં હિટવેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં હાલ 42થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે જ્યારે બોટાદ જિલ્લામાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન છે ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી કરતા હોય છે.
જે અંતર્ગત બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ કલ્પેશ પટેલ દ્વારા આજરોજ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ચોક ખાતે મેંગો શરબતનું આયોજન કરવામાં આવેલ બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના કલ્પેશ પટેલ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ ટી..આર..બી જવાનો દ્વારા જ્યોતિગ્રામ સર્કલ પાસેથી પસાર થતાં ટુ વ્હીલર ,રીક્ષા, ટ્રેક્ટર સહિતના વાહન ચાલકો તેમજ પસાર થતાં રાહદારીઓને મેંગો શરબત પીવડાવી અને તેમને ગરમીમાંથી રાહત મળે તેવા આશ્રય સાથે મેંગો શરબત પીવડાવવાનું સુંદર આયોજન કર્યું હતું.