વઉ એ કરી NRI  સાસરિયા સામે કરી પોલીસ ફરિયાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

         નવસારી જિલ્લાના ધકવાડા ગામના પુત્રી અને ચીખલી સમરોલી ગામે પરણેલી પરિણીતાએ એનઆરઆઇ સાસરિયા સામે પિતાના ઘરેથી કંઇ નહીં લાવી હોવા અંગે માનસિંક શારીરિક તેમજ જાનથી માંરી નાંખવાની અપાતી ધમકી અંગે પોલીસને ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ધકવાડા ગામે રહેતા હરીશાભાઇ ગોવિંદભાઇ પટેલની પુત્રી રિંકલના લગ્ન 2017ના ફેબ્રુઆરીમાં સમરોલીના અંકિત પટેલ સાથે થયા હતા. અંકિત પત્ની રિંકલને અમેરિકા સાથે લઇ જવાનો હોય પાસપોર્ટ પણ બનાવ્યો હતો. લગ્નના દસ દિવસ બાદ પતિ અંકિત નશો કરી ઘરે આવી રિંકલને ઘરકામ બાબતે ઝઘડો કરી અપશબ્દો બોલી કહેતો હતો કે, તું તારા પિતાને ત્યાંથી રૂપિયા કે સોનું લાવી નથી. એવું કહી ગળું દબાવી દિવાલ સાથે અથડાવી જાનથી મારી નાખવાની ધકી પણ આપતો હતો.આ બધું રિંકલના કહેવા મુજબ પતિ અંકિત તેના સાસું સસરા અને કાકાસસરા પણ અમેરિકા જતા રહ્યા હતા. જેથી એકલી રિંકલ પણ તેના પિતાના ઘરે ધકવાડા રહેવા જતી રહી હતી. ત્યારબાદ પતિ અંકિતે રિંકલના કાકાસસરા નિલેશભાઇ છોટુંભાઇ પટેલ જેઓ સમરોલી રહેતા હોવાથી ઘરની ચાવી તેમને પરત કરવા જણાવ્યું હતું. જોકે, રિંકલ સમરોલી જઇ પરત કરી આવી ત્યાર પછી અંકિતનો ફોન આવ્યો નથી.ત્યારબાદ ડિસેમ્બર 2017માં રિંકલ તેની નણંદ શેલીને મળવા સમરોલી ગઇ હતી. છતાં પણ તેને કોઇએ સાસરામાં દાખલ થવા દીધી ન્હોતી અને ધમકી આપી હતી. કે હવે પછી આવશે તો હાથ પગ તોડી નાંખીશું. આથી રિંકલે તે સમયે 181 હેલ્પલાઇન અને ચીખલી પોલીસની મદદ લીધી હતી. ત્યારબાદ 24-4-2019એ રિંકલના સાસું સસરા અમેરિકાથી પરત આવ્યા હતા. ત્યારે બેઠક રાખી હતી જેમાં પણ તેઓએ ગેવર્તન કર્યું હતું. આમ ઘણા પ્રયાસો કરવા છતાં રિંકલને સફળતા મળી ન્હોતી. જેથી પરિણીતા રિંકલે તેના પતિ અંકિત દીપકભાઇ પટેલ સહિત સાસરિયાના તમામ સભ્યો સામે ફરિયાદ કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.