હાથરસના આરોપીઓને શુ સજા કરવી એની ચર્ચા થઈ રહી છે ત્યારે પોલીસ રેપ માનવા પણ તૈયાર નથી

શેર કરવા અહીં ક્લિક કરો.

આજથી પંદર દિવસ પહેલા યુ.પી.ના હાથરસમાં એક યુવતી સાથે સામુહીક બળાત્કારનો કેસ સામે આવ્યો હતો જેમાં યુવતી સાથે બળાત્કાર કરી વિકૃત માનશીકતા વાળા રાક્ષશી વુતી ધરાવતા આરોપીઓએ એની જીભ કાપી નાખી તથા એના કરોડરજ્જુને પણ તોડી નાખ્યુ હતુ. જે પીડીતાની સતત 14 દિવસ સુધી હોસ્પીટલમાં સારવાર ચાલી હતી પરંતુ 14 માં દિવસે સફદરજંગ હોસ્પીટલમાં તેનુ મોત નીપજ્યુ હતુ. આ સમગ્ર ઘટના આટલી સ્પષ્ટ હોવા છતા પણ યુ.પી. પોલીસ ની ભુમીકા લોકોને અચરજ પમાડે એવી રહી છે.

હાથરજ ગેંગ રેપ પીડીતાને કડકમાં કડક સજા થાય એવી માંગ સમગ્ર દેશમાંથી ઉઠવા પામી છે. જેમાં દેશના બધા મહિલા આયોગ અને અન્ય સંગઠનો, સોશીયલ મીડીયા ના યુઝર્સ આ આરોપીને કેવી સજા કરવી જોઈયે એની વાત કરી રહ્યા છે ત્યારે યુ.પી.પોલીસનુ વલણ જોઈ એમ લાગી રહ્યુ છે કે તેઓ આ ગેંગરેપના આરોપીઓને સજા ઓછી કરાવાની કોશીસ કરી રહ્યા છે. 

યુ.પી. પોલીસ આ ઘટનાને ગેંગરેપ અથવા રેપ માનવા તૈયાર નથી એવુ યુ.પી. પોલીસના વલણ નહી પરંતુ તેમના સ્ટેટમેન્ટ ઉપરથી જાણવા મળી રહ્યુ છે. હાથરસના પોલીસ અધિક્ષક વિક્રાંત વિર નામના ઓફિસરે જણાવ્યુ હતુ કે આ પીડીતાના મેડીકલ રીપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે એની સાથે ગેંગરેપ થયો છે.

આ ઉપરાંત યુ.પી.પોલીસ દ્વાર અગાઉ એમ પણ જણાવાયુ હતુ કે ના એની પીડીતાની જીભ કાપવામાં આવી હતી અને  એનુ કરોડરજ્જુ તોડવામાં આવ્યુ હતુ. પોલીસ આવુ સ્ટેટમેન્ટ આપી આરોપીઓને બચાવવાનુ કામ રહી હોય એવુ જણાઈ રહ્યુ છે.

આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ

પીડીતાના ભાઈના જણાવ્યુ અનુસાર યુ.પી. પોલીસે પીડીતાનો મેડીકલ રીપોર્ટ પણ તેમને સોપ્યો નથી અને મીડીયામાં તદ્દન ખોટા ખોટા સ્ટેટમેન્ટ કરી ક્યાંક ને ક્યાંક આરોપીઓને સજામાંથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પીડીતાના પરીવારજનોએ પોલીસ ઉપર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે તેમને અમારી સાથે જબરદસ્તી કરી અમારી દિકરીના અંતીમ સંસ્કાર કરી દીધા હતા. અમને છેલ્લી વાર એનુ મોઢુ જોવાનુ પણ નસીબ નથી થયુ. અમને તો એ પણ નથી ખબર કે કોને એના અંતીમ સંસ્કાર કર્યા હશે.

 

પીડીત પરિવાર પોલીસ ઉપર આરોપ લગાવી રહ્યા છે જેમાં પોલીસ કહી રહી છે કે એની જીભ નથી કાપી અને એનુ કરોડરજ્જુ પણ નથી તુટ્યુ, આવુ કહી પોલીસ આ મુદ્દાને રફાદફા કરવા માંગે છે અને પોલીસે હજુ સુધી રેપની પૃષ્ઠી પણ નથી કરી. પોલીસ દ્વારા આરોપીઓને પકડવામા પણ પહેલા ઢીલ મુકવામાં આવી હતી. પોલીસ મીડીયાને અમારા સૂધી પહોંચવા પણ દેતી નથી પંરતુ કેટલાક પત્રકારો ગમે તેમ કરી અમારી સુધી પહોંચી રહ્યા છે. જો મીડીયા અમારા સુધી ના પહોંચ્યા હોત તો અમારી સાથે કંઈ પણ થઈ શકતુ હતુ.

પીડીતાના ભાઈએ એમ પણ કહ્યુ હતુ કે જ્યારે મારી બેનને અલીગઢના જે.એન. હોસ્પીટલથી દિલ્લીના એઈમ્સ માં રેફર કરવામાં આવી ત્યારે પણ એને એઈમ્સની જગ્યાએ સફદરજંગ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જો એને સારી રીતે ટ્રીટ કરવામાં આવી હોત તો આજ મારી બેન જીવતી હોત.

 

 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.