બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં વિકાસ માત્ર નગરપાલિકાએ કાગળ ઉપર જ કર્યો હોય એવું ઉપરની તસવીરમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ડીસા શહેરમાં ઠેર-ઠેર ગંદકીના દ્રશ્ય સ્વચ્છ અભિયાન માત્ર કાગળ ઉપર અથવા ડીસા શહેરમાં બનેલા રોડમાં પણ ઠેરઠેર મસમોટા ગાબડા પડેલા અહેવાલો પણ અગાઉ મીડિયાના માધ્યમથી લોકો એ નિહાળ્યા હોય છે જો કે આજે ડીસા શહેરના ભોપાનગર વિસ્તાર પાસે એક ટ્રેકટર ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન મસમોટું ગાબડું પડી જતાં ડીસા નગરપાલિકા  નો વિકાસ લોકોની નજર સમક્ષ આવી ગયો હતો તેવું લોકોમાં ચર્ચાસ્પદ બનવા પામ્યું હતું. ત્યારે ટ્રેકટર ચાલકે ભારે જહેમત બાદ ખાડામાંથી બહાર કાઢયું હતું ડીસા નગરપાલિકાની બેવડી નીતિ લોકોને નજર સમક્ષ આવી હતી