ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરાવવા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કમર કસી

July 6, 2022

— ઓનલાઈન દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી :

ગરવી તાકાત અમદાવાદ : ઓનલાઈન દવાનુ વેચાણ જોખમી છે. ત્યારે હવે ઓનલાઈન દવાનુ વેચાણ બંધ કરાવવા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કમર કસી છે. ઓનલાઇન દવાના વેચાણ પર પ્રતિબંધ લાદવા કમિટી બનાવવામાં આવી છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કમિટીની રચના કરાઈ છે.

આ કમિટી દ્વારા ઓનલાઇન દવાના વેચાણ અંગે સરકારને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે સાથે જ ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવો પ્રયાસ કરશે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલે આ વિશે કહ્યું કે ઓનલાઇન દવાના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

ઓનલાઇન દવાનું વેચાણ એ ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન છે. ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન 2015 નું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઓનલાઇન દવાનું વેચાણ કરવું એ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું પણ ઉલ્લંઘન છે. નિયમ મુજબ દર્દીના કાઉન્સિલ પછી જ દવા આપવામાં આવતી હોય છે.

સમગ્ર દુનિયામાં ઓનલાઇન દવાનું વેચાણ ક્યાંય નથી થતું. સાથે જ તેમણે કહ્યુ કે, દવાના ઓનલાઇન વેચાણને કારણે નકલી દવાઓ પણ દેશભરમાં વેચાઈ રહી છે, જે દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ઓનલાઇન દવાઓનું જે વેચાણ થાય છે, એમાં સ્ટોરેજ પણ જળવાતું નથી હોતું, જેના કારણે દવાની પોટેંસી ઘટતી હોય છે.

દવાની ક્વોલિટી પર પણ અસર થઈ રહી છે, જેના કારણે દવાની અસર પણ દર્દીને થવી જોઈએ એટલી થતી નથી. તો બીજી તરફ, ભારતમાં 84 દવાઓના ભાવ સરકાર દ્વારા નક્કી કરી લેવાયા છે. સરકારના આ નિર્ણયથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડની દવાઓના ભાવ ઓછા થશે. તો સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ લેવા આદેશ કરાયો છે. જો બજારમાં નિયત કિંમત કરતાં વધુ કિંમતે દવા મળે તો કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0