અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા થી ગાબટ વચ્ચેના બિસ્માર બનેલા માર્ગથી આ માર્ગ ઉપર અકસ્માતોનુ પ્રમાણ વધ્યુ છે અને પ્રજા પણ બિસ્માર માર્ગથી ત્રાહીમામ પૌકારી ઉઠિ છે ત્યારે આ માર્ગ તાકીદે નવો બનાવવા પ્રજામાં માંગ ઉઠી છે.

સાઠંબા થી ગાબટ વચ્ચેનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બન્યો છે અને આ માર્ગ ઉપર બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્યનુ પણ નિવાસ સ્થાન આવેલુ છે ત્યારે પૂર્વ ધારાસભ્યના ઘર તરફ જતો માર્ગ જ બિસ્માર હોવાથી મતવિસ્તારના લોકો પણ આ માર્ગથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને આ માર્ગ બિસ્માર બન્યો હોવાથી આ માર્ગ ઊપર ઠેર ઠેર ગુંટણસમા ખાડા પડ્યા છે જેમાં ચોમાસા દરમિયાન આ ખાડામાં પાણી ભરાય રહેતા વાહન ચાલકો પણ ખાડામાં જાણે અજાણે ખાબકતા આ ખાડાથી દીનપ્રતિદિન અકસ્માતો વધ્યા હોવાથી વાહન ચાલકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને સાબરકાંઠામાંથી અરવલ્લી જીલ્લો વિભાજીત થયો હૌવાથી સાઠંબા વિસ્તારની પ્રજાને પણ આ માર્ગ ઊપર થઈને અરવલ્લી જીલ્લાના વડા મથક મોડાસા માટે અવારનવાર જવુ પડતુ હોય છે તેમજ ઊચ્ચ કક્ષાની કોલેજો પણ મોડાસામાં આવેલ હોવાથી પ્રજાને અને વિદ્યાર્થીઓને પણ આ બિસ્માર માર્ગ પર થઈને અપડાઉન કરવુ પડતુ હોવાથી વિદ્યાર્થીઓ,વાહન ચાલકો અને પ્રજા પણ બિસ્માર માર્ગથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સાઠંબા ગાબટ વચ્ચેનો બિસ્માર માર્ગ પાકો બનાવવા પ્રજામાં માંગ ઉઠી છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી