જેસલમેરથી બ્રાન્દ્રા જતી ચાલુ ટ્રેનમાંથી ગઠિયો ફરિયાદીની ઉંઘનો લાભ ઉઠાવી રપ હજારનો મુદ્દામાલ તફડાવી ગયો હતો
મોબાઇલ ચોરી કરનાર ગઠિયો રાજસ્થાનના જોધપુરમાંથી રેલવે પોલીસે ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 27 – અંદાજિત એક માસ અગાઉ જેસલમેરથી બાન્દ્રા જતી ચાલુ ટ્રેનમાંથી બેગ્લોરનો ઇસમ મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન તે ટ્રેનમાં ઉંઘી ગયો હતો જે તકનો લાભ લઇને તેમનો 20 હજારની કિંમતનો વીવોનો મોબાઇલ ફોન તથા 5 હજારની કિંમતના ચશ્મા કોઇ અજાણ્યો ગઠિયો પાલનપુર આવતાં સમયે ચોરી ગયો હતો. જે બાબતની ફરિયાદ પાલનપુર રેલવે પોલીસમાં નોંધાવા પામી હતી. ત્યારે પાલનપુર રેલવે પોલીસના ઇ. મહિલા પીએસઆઇ રાવલ સહિતની ટીમે રાજસ્થાનના જોધપુર ખાતેથી ચોરી કરનાર ગઠિયાને ઉઠાવી ગુનાનો ભેંદ ઉકેલ્યોં હતો.
પોલીસ અધિક્ષક બલરામ મીણા પશ્ચિમ રેલવે અમદાવાદ તથા સીપીઆઇ એ.બી.અસારી પ.રે. મહેસાણાઓના માર્ગદર્શ હેઠળ પાલનપુર રેલવે સ્ટેશન અપ-઼ડાઉન ટ્રેનો પર વોચ તથા રેલવે સ્ટેશન પર બનતા ગુના અટકાવવા પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.કે.રાવલની સૂચના હેઠળ પાલનપુર રેલવે પોલીસના ગુ.રજી નં. ઇપીકો કલમ 379 મુજબના કામે ફરિયાદી ઇટશીયતાઘર સાધનઘર રહે. મંત્રી લીધોસ માન્યતા ટેક પાર્ક બેગ્લોરવાળા જેસલમેર બ્રાન્દ્રા એકસપ્રેસ ટ્રેનમાં ગત તા. તા. 29-10-23ના રોજ મુસાફરી કરી રહ્યા હતા.
આ દરમિયાન પાલનપુર રેલવે સ્ટેશન આવતા સમયે ચાલુ ટ્રેનમાં ફરિયાદી ઉંઘી ગયો હતો જેનો લાભ લઇ કોઇ અજાણ્યો ગઠિયો તેમનો વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિંમત 20 હજાર રુપિયા તથા ટાઇટન આઇ કંપનીના બ્રાઉન કલરના ચશ્મા કિંમત રુપિયા પ હજાર મળી કુલ રુપિયા 25 હજારનો મુદ્દામાલ ગઠિયો તફડાવી ગયો હતો.
જે બાબતે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી. જે ચોરીમાં ગયેલ મોબાઇલ ફોનની ડિટેઇલમાં આ કાર્ડનો ઉપયોગ થતો હોય જે સી.ડી.આર તેમજ એસ.ડી આધારે તપાસ કરતાં જોધપુર રાજસ્થાન મુકામે આ ફોનનો ઉપયોગ રાજેન્દ્ર પપ્પુરામ કચ્ચવાહા કરી રહ્યો હતો જે ગેરેજમાં કામ કરતો હોય પાલનપુર રેલવે પોલીસ આ શખ્સને રાજસ્થાનથી ઝડપી લાવી તેની પાસેથી ચોરી થયેલ મોબાઇલ કબજે કરી ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલ્યોં હતો. આમ પાલનપુર રેલવે પોલીસે સફળ કામગીરી કરી વણ ઉકલ્યા ગુનાનો ભેદ ઉકલી દીધો હતો.
સારી કામગીરી કરનાર કર્મચારીઓના નામ
( 1 ) ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.કે.રાવલ
( 2 ) એએસઆઇ શામળભાઇ કાળુભાઇ
( 3 ) પોલીસ કો. સુરપાલિસિંહ સુખસિંહ
( 4 ) પોલીસ કોન્સ. મુકેશભાઇ લીલાભાઇ
( 5 ) પોલીસ કોન્સ. પિયુષકુમાર ડાહ્યાભાઇ
( 6 ) પોલીસ કોન્સ. સુનિલભાઇ રખાભાઇ
( 7 ) પોલીસ કોન્સ. ભરતપુરી બાબુપુરી
( 8 ) પોલીસ કોન્સ. પ્રકાશભાઇ હરીભાઇ
( 9 ) પોલીસ કોન્સ. સુરેશભાઇ જોઇતાભાઇ