અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદથી પાલનપુર-અંબાજી હાઇ-વે પાણીમાં ડૂબ્યો

September 18, 2023

લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળતાં ધરતીપુત્રોમાં ખુશી

જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ, કાંકરેજ, ભાભર, ધાનેરા, વાવ, થરાદના ધોધમાર વરસાદ

ગરવી તાકાત, બનાસકાંઠા તા. 18- ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ, કાંકરેજ, ભાભર, ધાનેરા, વાવ, થરાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી છવાઈ છે તો બીજી તરફ પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ધનિયાણા ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા પાલનપુરથી દાંતા, અંબાજી અને વડગામ જતા તેમજ અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

સામાન્ય વરસાદમાં જ હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા હોવાથી અનેક રજૂઆતો બાદ પણ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન કરતાં વાહનચાલકોમાં રોષ છે તો બીજી બાજુ લાંબા સમય બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા લોકો અને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેના કારણે પાલનપુર -અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો વાવ 19 મિમિ, થરાદ 29 મિમિ, ધાનેરા 44 મિમિ, દાંતીવાડા 32 મિમિ, અમીરગઢ 62 મિમિ, દાંતા 61 મિમિ, વડગામ 48 મિમિ, પાલનપુર 20 મિમિ, ડીસા 18 મિમિ, દિયોદર 22 મિમિ, ભાભર 29 મિમિ, કાંકરેજ 11 મિમિ, લાખણી 34 મિમિ, સુઇગામ 23 મિમિ વરસાદ નોંધાયો છે.

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ – અરવલ્લી જિલ્લામાં ખુબ લાંબા વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું. જેમાં બાયડ અને ધનસુરામાં 5 થી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્તા ચારેકોર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. તો રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભિલોડામાં 2 ઈંચ અને મેઘરજમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આમ જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ સારો પડ્યો છે.

સાબરકાંઠામાં જળબંબાકાર – સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. સાબરકાંઠાના નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ભરાયાં છે. દિલ્લી-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 8 પર પાણી ભારયા છે. હિમતનગરના મોતીપુરા, જીન વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. હિંમતનગર અને ઇડર હાઇવે પરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઢીંચણ સુધી ભરાયેલા પાણીમાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:23 pm, Jan 14, 2025
temperature icon 16°C
clear sky
Humidity 38 %
Pressure 1016 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 11 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:13 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0