પાલનપુરની માવજત હોસ્પિટલમાં રોજબરોજ દર્દીઓના જીવન બચાવવા માટે કંઈક નવા જ કામો થઇ રહ્યા છે. ડીસામાં રહેતા મોતીભાઇ રબારી કે જેમની ઉંમર ૬૮ વર્ષ છે. તેઓ પોતાની હૃદયની તકલીફને દૂર કરવા અલગ અલગ સ્થળે તેમનું નિદાન કરાવતા હૃદયનું પમ્પિંગ ખૂબ ઓછું થઈ ગયું હતું તેથી આ પ્રકારની તકલીફોથી તેઓ પીડાઈ રહ્યા હતા. ત્યારબાદ તેઓએ પાલનપુરની માવજત હોસ્પિટલમાં સંપર્ક કરતાં કાર્ડિયોલોજિસ્ટ ટીમના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.વિવેક અગ્રવાલ તેમજ ડો.દેવેન્દ્ર શર્મા દ્વારા આ દર્દીની તપાસ કરવામા આવેલ તેમાં જાણવા મળ્યું કે તેમનું હૃદય પંદર એક ટકા કામ આપે છે. જેથી તેમના જીવનમાં ગંભીર સમસ્યાઓ ઉભી થઇ રહી છે. હૃદયરોગની સારવાર ખૂબ જ ખર્ચાળ અને અમદાવાદ ખાતે થતી હોય તેઓ ખૂબ નિરાશ થઈ ગયા હતા. પરંતુ માવજત હોસ્પિટલના તબીબો તેમને હૈયાધારણા આપી આ પ્રકારનું સીઆરટીડી ઓપરેશન માં યોજનાના વિનામૂલ્યે કરી આપેલ. આ દર્દીનું ઓપરેશન સફળ થયું હતું જેથી તેઓએ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Contribute Your Support by Sharing this News: