ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાનું ડોડીયાગામ સમગ્ર ભારતનું પ્રથમ અને ‘ઔષધ ગામ ડોડીયા’ બની રહ્યું છે, ત્યારે સમગ્ર વિસ્તારને આત્મા ગામડાનો અને સુવિધા શહેરની આપવાનો અમારો મંત્ર છે જે સાકાર થવા જઈ રહ્યો છે, સમગ્ર વિસ્તારને સોસાયટીમાં વિભાજીત કરી દેવામાં આવી છે જેમાં ગામ માં આવેલી સોસાયટી ઓ ના નામ અવસધિ પરથી રાખવામાં આવ્યા છે જેમ કે તુલસી વન સોસાયટી એલોવેરા સોસાયટી અશ્વગંધા સોસાયટી ગરમાળો સોસાયટી બારમાસી સોસાયટી અરડૂસી સોસાયટી પારિજાત સોસાયટી બ્રાહ્મી સોસાયટી જાબુંવન સોસાયટી નિમવન સોસાયટી આમળા વન સોસાયટી જેવી અનેક અનેક વનસ્પતિ પરથી સોસાયટી ના નામો રાખવામાં આવ્યા છે આમ, દરેક ફળિયાને એક ચોક્ક્સ સોસાયટી નું નામ આપી ને એ સોસાયટી નું જે નામ હોઈ એ જ નામની ઔષધી આપવામાં આવી છે સાથે કુંડું પણ ખરું અને દરેક સભ્યોના ઘર આગળ પણ સોસાયટી નું નામ અને ઘર નંબર લખવામાં આવ્યા છે, સ્ટ્રીટ સ્પીકર ધરાવતું પ્રથમ ગામનું બહુમાન ડોડીયા ગામને મળ્યું, પંચાયત અને ગ્રામજનો વચ્ચે સેતુ બાંધવાનું કામ આજરોજ પૂર્ણ કરવામાં આવ્યું પંચાયત વિસ્તારમાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા આ સ્પીકર દ્વારા પંચાયત દ્વારા વિવિધ સૂચનાઓ ઝડપથી આપી શકાશે તેમજ આકસ્મિક મદદ પણ પોહચડવામાં આ સ્પીકર ખૂબ જ ઉપકારક નીવડશે, આ સ્પીકર તમામ ફળીયા માં લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: