માણાવદર તાલુકાના પ્રાથમિક શૈક્ષણીક મહાસંઘના હોદેદારોની વરણી કરવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, જુનાગઢ

માણાવદર પ્રાથમિક શિક્ષકો દ્વારા રાજ્ય કક્ષાએ સંગઠનના ઉદ્યેશ્યથી પ્રાથમિક શૈક્ષણીક મહાસંઘ નામની સંસ્થા બની છે , તો આ સંગઠનના જુનાગઢ જિલ્લા સંલગ્ન માણાવદર તાલુકા કક્ષાએ સંગઠનની રચના હાથ ધરવામાં આવતા તાલુકા અધ્યક્ષ તરીકે ભરતભાઇ કંડોરીયા,મંત્રી તરીકે મયુરભાઈ જાવિયા, સંગઠન મંત્રી તરીકે પ્રફુલભાઈ ચૌહાણ તથા વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે ભરતભાઇ મારડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

જેને શિક્ષકો દ્વારા આવકારવામાં આવી છે. આ તકે મળેલ શિક્ષકો દ્વારા વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સંઘના હોદેદારો દ્વારા મામલતદારશ્રી, ટીડીઓશ્રી, ટીપીઓશ્રી તેમજ બીઆરસીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

એહવાલ – જીજ્ઞેશ પટેલ

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.