symbolic image

ગુજરાત સરકારના આંકડા પ્રમાણે આજે રાજ્યમાં કુલ 1340 કોરોના કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસોની સંખ્યા ગુજરાતના આર્થીક પાટનગર અમદાવાદમાં નોંધાયા છે. જ્યાં કુલ 230 નવા કેસો નોંધાયા હતા. જેની સામે 251 દર્દીઓને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. કોરોના કેસમાં રાજ્યના ટોપ 5 જીલ્લામાં બીજા નંબરે સુરત રહ્યુુ હતુ જ્યાં નવા 195 કેસો સામે  163 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ત્રીજા નંબરે વડોદાર રહ્યો હતો જ્યાં  નવા 106 કેસો નોંધાયા હતા અને 56 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. ચોથા નંબરે  રાજકોટમાં  85  નવા કેસો નોંધાયા હતા અને 81 કોરોના પેસન્ટને રજા આપવામાં આવી હતી. મહેસાણા જીલ્લો 5 નંબરે રહ્યો હતો જ્યા નવા કેસોની સંખ્યા 53 રહી હતી અને સામે દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરેલાની સંખ્યા માત્ર 11 રહી હતી.

સૌથી ઓછા કેસોની વાત કરવામાં આવે તો ગઈકાલે વલસાડમાં 0(શુન્ય) કેસ નોંધાયા હતા. જેની સામે 3 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. 

કોરોના વાઈરસના દર્દીઓની મોતની સંખ્યા 7 રહી હતી જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2 અને ગાંધીનગર, વડોદરામાં 1-1 દર્દીનુ મોત નીપજ્યુ હતુ. આમ રાજ્યમાં કુલ મોતની સંખ્યા 3827 એ પહોંચી ગઈ છે. અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ 1952 લોકોના મોત થયા છે.  રાજ્યભરમાં કુલ 87 દર્દીઓ એવા છે જેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલા છે.  ગુજરાતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ કેસો 1,92,982 નોંધાયા હતા. જેમાં 1,76,338 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. ગુજરાતમાં હાલ કુલ 12655 દર્દીઓ કોરોના પોઝીટીવ છે.

રાજ્યમાં કોરોના વાઈરસનો વિષ્ફોટ થતા અને ખાસ કરીને અમદાવાદમાં કેસોની સંખ્યા સતત વધતા, અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યુ છે. જેનુ પાલન શહે્રના લોકોને આજથી કરવાનુ રહશે. અમદાવાદમાં લાગુ કરેલા કર્ફ્યુ રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. શહેરના લોકોને કર્ફ્યુનુ નામ પડતા જ માર્ચ- એપ્રીલ(2020) નુ લોકડાઉન યાદ આવી જતા તેઓ રોજબરોજની જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા હતા. અમદાવાદના રસ્તે રાજકોટમાં પણ કર્ફ્યુ લગાવવાનો વિચાર થઈ રહ્યો છે.

આમ રાજ્યની સરકારે પેટાચુંટણીમાં સભાઓ યોજી તથા સત્તારૂઢ પાર્ટીના નવનિયયુક્ત અધ્યક્ષની વરણી બાદ કરેલા કાર્યક્રમોમાં હજારોની ભીડ ભેગી કરી. લોકોના સ્વાસ્થને ડેન્જરમાં મુકી પોતાનો સ્વાર્થ સાધી તેમને હવે યાદ આવી રહ્યુ છે કે કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધી રહી છે, એટલે ફરીથી કર્ફ્યુનો શહારો લેવામાં આવ્યો છે.

Contribute Your Support by Sharing this News: