અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

કોરોનાકાળમાં અબજોપતિની સંખ્યા વધી, અદાણીની સંપત્તિમાં 261 ટકાનો વધારો : રીપોર્ટ

October 4, 2021

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કેટલાક લોકોની સંપત્તિમાં અઢળક વધારો થયો છે. જાેકે એક વર્ષમાં 15 નવા અબજાેપતિ જાેડાઇ ગયા છે. હવે 75  અબજાેપતિની સાથે ગુજરાત દેશનું ચોથું સૌથી મોટું રાજ્ય બની ગયું છે. 302 અબજાેપતિ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર છે. ગુજરાતના સુરતમાં સૌથી વધુ 7 અમીર વધ્યા છે, જ્યારે અમદાવાદમાં ચાર. આ આંકડા આઇઆઇએફએલ હુરૂન ઇન્ડીયા રિચ લિસ્ટ 2021 નો તાજાે રિપોર્ટ સામે આવ્યો છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં 261 ટકાનો વધારો થયો છે. બીજી તરફ મુકેશ અંબાણી સતત 10માં વર્ષે સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. વડોદરાના દીપક નાઇટ્રેટના દીપક મહેતા પાસે 168000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની સંપત્તિમાં લગભગ 250 ટકાનો વધારો થયો છે. કોરોનાકાળમાં દેશમાં ફાર્મા સેક્ટરમાં 12 નવા અબજાેપતિ આવ્યા છે.

આ પણ વાંચો – દેશમાં દરરોજ 80 મર્ડર અને 77 બળાત્કારના કેસ નોંધાય છે : NCRB

આ યાદીમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના સૌથી વધુ 130 અમીર સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સીરમ ઇંસ્ટીટ્યૂટના સાઇરસ પૂનાવાલાની સંપત્તિમાં 43 ટકાનો વધારો થયો છે. આ યાદીમાં સૌથી ઉપર છે. બીજાે નંબર કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરનો છે, જેમાં 98 અમીર યાદીમાં સામેલ છે.

જુલાઇ 2021 મા ઝોમોટાના બ્લોકબસ્ટર આઇપીઓના લીધે ગોયલની સંપત્તિમાં 164 ટકનો રેકોર્ડ બ્રેક વધારો થયો હતો અને તેમની સંપત્તિ 5800 થઇ ગઇ છે. જ્યારે માર્ચ 2021 માં ભારતમાં રજિસ્ટર થનાર પહેલી ગેમિંગ કંપની Nazara technology  ના સંસ્થાપક નીતીશ મિત્તરસેને 1500 કરોડ રૂપિયાની સંપત્તિ સથે ૭૭૩ મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

(એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:30 am, Dec 10, 2024
temperature icon 12°C
broken clouds
Humidity 29 %
Pressure 1017 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 13 mph
Clouds Clouds: 82%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:11 am
Sunset Sunset: 5:54 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0