નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ આજે મહેસાણાની મુલાકાતે હતા એ દરમ્યાન તેમની હાજરીમાં અનેક રોડ રસ્તા તથા બ્રીજનુ લોકાર્પણ તથા ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેસાણા-પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ વચ્ચે આવેલ રેલ્વે ક્રોસીંગ ઓવરબ્રીજનુ ખાતમુહુર્ત તથા જગુદણ રેલ્વે ક્રોસીંગ ખાતે ઓવર બ્રીજનુ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ ભાજપના નવનિયુક્ત જીલ્લા અધ્યક્ષે પણ નીતીન પટેલની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો.
મહેસાણા શહેર – પાલાવાસણા સર્કલ થી રામપુરા સર્કલ વચ્ચે આવેલ રેલ્વે ક્રોસીંગ ખાતે ભારત સરકારના રેલ્વે વિભાગ તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સહયોગથી રૂ. 38 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘‘ચારમાર્ગીય રેલ્વે ઓવર બ્રિજ’’નું ખાતમુહૂર્ત નીતીનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ જગુદણ રેલ્વે ક્રોસીંગ ખાતે ભારત સરકારના રેલ્વે વિભાગ હેઠળના ડી.એફ.સી.સી. તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સહયોગથી રૂ. 28 કરોડના ખર્ચે રોડ નિમાર્ણ પામનાર રેલ્વે ઓવર બ્રીજનુ લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
બાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા નિયુક્ત કરાયેલા જીલ્લા અધ્યક્ષોમા એક મહેસાણા જીલ્લાના નવનિયુક્ત જીલ્લા અધ્યક્ષ જશુભાઈ પટેલને પદભાર સંભાળવાના કાર્યક્રમમાં હાજર રહી પદભાર ગ્રહણ કરાવ્યો હતો.