તાલુકા મથક સુઇગામ ખાતે રૂ.7.34 કરોડના ખર્ચે બનેલ નવીન ITI ની બિલ્ડીંગનું શનિવારે પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું,અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇ લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં ભાજપ સરકારના 5 વર્ષના કાર્યકાળમાં કરવામાં આવેલ વિવિધ વિકાસ કામોની ઉજવણી માટે શનિવારે રાજ્યમાં કુલ 5302 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું હતું.
જેમાં સરહદી સુઇગામ ખાતે ₹ 7.34 કરોડના ખર્ચે બનેલ નવીન મહિલા ITI કોલેજ બિલ્ડીંગનું બનાસડેરીના ચેરમેન અને પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરાયું હતું,બાદ ગુજરાતના અન્ય વિકાસ કામોની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇ-લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો – SPGનુ વિસનગર ખાતે સંમેલન, પુર્વ સંયોજકે યુવતીઓને સોંગદ આપ્યા – “લગ્ન સમાજમાં જ કરવા”
![](https://garvitakat.com/wp-content/uploads/2021/08/Suigam-2-1024x577.jpg)
આ પ્રસંગે શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે 50 વર્ષ કોંગ્રેસની સરકારે એકતરફી શાસન કર્યું છતાં આ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી માટે રજુઆત કરવી પડતી.છાશવારે પડતા દુષ્કાળ થી આ વિસ્તારમાં લોકો મજૂરી માટે બીજે હિજરત કરતા,ભાજપનું શાસન આવ્યા પછી નર્મદાની નહેર થકી આ વિસ્તાર હરિયાળો બન્યો છે,કેવડિયા કોલોનીથી આ વિસ્તાર સુધી નર્મદાની નહેર લાવ્યા,અને દુષ્કાળ ને દેશવટો આપવાની મથામણ કરી,એ નહેરમાંથી એક પાવડો ભરીને પણ કોંગ્રેસના શાસનમાં એક પાવડો માટી કાઢી ન હોતી,તેમણે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની B ટીમ ગણાવી વાર્તાનું રૂપક આપી ઠગોથી સાવચેત રહી વિકાસને વરેલી ભાજપ સરકારને આગામી સમયમાં પણ સહકાર આપવા ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,સુઇગામ તા.પં.પ્રમુખ મેવાભાઈ કલાલ સહિત ભાજપ અગ્રણીઓ કનુભાઈ વ્યાસ,ઉમેદ દાન ગઢવી,પીરાભાઈ ગામોટ,મુળજીભાઈ પટેલ,દુદાજી રાજપૂત,અમથુજી ઠાકોર,જિલ્લા ડેલીગેટો રામજીભાઈ રાજપૂત,દેવજીભાઈ પટેલ સહિત સુઇગામ પ્રાંત કલેકટર નવલદાન ગઢવી,ઇ.મામલતદાર પ્રવીણદાન ગઢવી,TDO કલ્પેશભાઈ ભાટિયા,ના.કા.ઈજનેર કલ્પેશભાઈ પટેલ,ITI ના પ્રિન્સિપાલ, સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ,કર્મચારીઓ પદાધિકારીઓ,કાર્યકરો,ઉપસ્થિત રહ્યા હતા,કાર્યક્રમનું સંચાલન રાધેશ્યામભાઈ વ્યાસે કર્યું હતું.