ગરવી તાકાત મહેસાણા : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કોર્ટમાં સમાધાન પાત્રો, ફોજદારી કેસો સહિતના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં કુલ 6630 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લામાં યોજવામાં આવશે નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્સિડન્ટ ક્લેઇમ પિટીશન સહિતના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમા લોક અદાલતમાં 97 મોટર અકસ્માતના કેસોમાં વળતર કેસોનો નિકાલ કરી 3 કરોડ 20 લાખ 5 હજાર 500નો વડતળનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ નેગોશીયેબલ ચેક રિટર્નના 1549 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત 420 પ્રિમિટીગેશન કેસોનો નિકાલ કરી રૂ 1 કરોડ 26 લાખ 41 હજાર 397 વળતરનો હુકમ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં નેશનલ લોક અદાલતમાં પક્ષકારો અને વકીલોના સહયોગથી કુલ 6 કરોડ 73 લાખ 58 હજાર 709 સમાધાનની રકમ દ્વારા કુલ 6630 કેસો નિકાલ કરવામાં આવ્યા હતા.