— મહેસાણા નગરપાલિકા દ્વારા રૂ.2.50 લાખ બાકીવેરો નહીં ભરતાં કાર્યવાહી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા નગરપાલિકાની વેરા શાખા ટીમે બુધવારે મોઢેરા રોડ પર જશોદા કોમ્પલેક્ષના બીજા અને ત્રીજા માળની 10 દુકાનોનો કુલ રૂ.2,50,230 બાકી વેરો ભરપાઇ નહીં કરાતાં 10 દુકાનો સીલ કરી હતી.
પાલિકાના સૂત્રોએ કહ્યું કે, છેલ્લા પાંચ-સાત વર્ષથી બાકી વેરા હોઇ મિલકત સિલિંગની કાર્યવાહી ચાલે છે. તબક્કાવાર વસુલાતમાં મિલકત સીલ કરવામાં આવશે.
નોંધનીય છે કે, એરોડ્રામમાં ટ્રિપલ એ કંપની પાસેથી રૂ.5 કરોડથી વધુ વેરો વસુલવાનો બાકી છે. જેમાં પ્લેન, ઓફિસ સીલ કર્યા પછી આગળની કોઇ કાર્યવાહી થઇ નથી. આ દરમિયાન એરોડ્રામમાં બ્લ્યુ રે એવીએશન કંપની પાસેથી પણ એક વર્ષનો રૂ. 50 લાખથી વધુ વેરો વસુલવાનો બાકી હોવા છતાં માત્ર નોટિસ આપી પાલિકા કંપની સાથે બેઠકની રાહ જોઇ રહી છે