સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને લઈને ભયનો માહોલ ફેલાયો છે દિન પ્રતિદિન તેના દર્દીઓ વધી રહ્યા છે  હજુ સુધી તેના માટેની કોઈ જ દવા પણ શોધાઈ નથી માત્ર તેનો ચેપ ના લાગે તેની કાળજી રાખવી મહત્વની બાબત પુરવાર થઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેનાથી બચવા માટેના અનેક સૂચનો અવાર નવાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના આદેશના પગલે  ડીસામાં પણ પ્રજાના આરોગ્યની બાબતનું ધ્યાન રાખીને નવનિયુક્ત પાલિકા પ્રમુખે પાલિકા હોલ ખાતે દરેક સમિતિના હોદેદારો અને કર્મચારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને તમામને સ્વચ્છતા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ શહેરમાં વધુ ને વધુ સફાઈ કરવા ઉપરાંત ખાણીપીણી બાબતે પણ સઘન ચેકીંગ કરવા સૂચનાઓ ફૂડ વિભાગને આપવામાં આવી હતી. ડીસા  નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ કાંતિભાઈ સોનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે પણ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પ્રમુખની તાકીદના પગલે શહેરમાં ઠેરઠેર સફાઈ અભિયાન સાથે જરૂરી દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

Contribute Your Support by Sharing this News: