પાટણના સ્ટેટ હાઈવે પર રાત્રિના સમયે અકસ્માતોનો ભય દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા હાઈમાસ સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરવામાં આવી…

March 3, 2026

ગરવી તાકાત પાટણ : પાટણના સ્ટેટ હાઈવે પર રાત્રિના સમયે અકસ્માતોનો ભય દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા હાઈમાસ સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરવામાં આવી APMC ગેટ, ડીસા ત્રણ રસ્તા અને સંખારી ત્રણ રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારોમાં આ સુવિધા શરૂ થતાં રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા વધશે પાટણ શહેરના સ્ટેટ હાઈવે પરના વિવિધ જંક્શન અને ચાર રસ્તાઓ પર અગાઉ ઇલેક્ટ્રિક લાઈટની અપૂરતી વ્યવસ્થા આ કારણે સાંજ પછી અકસ્માતનો ભય રહેતો.

Disa Sankhari APMC Highway Lights Inaugurated | Accident Prevention

જાહેર જનતા અને વાહનવ્યવહારની સતત અવરજવરને કારણે સ્થાનિકો અને વાહનચાલકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા આ સમસ્યાના નિરાકરણ માટે પાટણ નગરપાલિકાએ આયોજન હાથ ધર્યું પ્રથમ તબક્કે, APMCના મુખ્ય ગેટ પાસે, ડીસા ત્રણ રસ્તા અને સંખારી ત્રણ રસ્તા ખાતે ઇલેક્ટ્રિક હાઈમાસ સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી આ નવી વ્યવસ્થાથી રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળશે, જેનાથી વાહનચાલકોને રસ્તો ઓળખવામાં સરળતા રહેશે અને અકસ્માતની સંભાવના ઘટશે.

New Year's tax in Patan Municipality

આ ઇલેક્ટ્રિક હાઈમાસ સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, મહામંત્રી જીગ્નેશભાઈ સોની, સ્ટ્રીટ લાઈટ ચેરમેન રમીલાબેન ભીલ અને નગર સેવક જયેશભાઈ પટેલ સહિતના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હાઈવે પરની આ નવી વ્યવસ્થાથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0