માતાએ જ સગી દિકરીને ખોટી રીતે ફસાવવા અપહરણનો કેસ દાખલ કરાવ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

વિસનગરની એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં તેેને એની સગી માતા તથા પ્રથમ પતીએ મહિલાને ખોટા કેસમાં ફસાવી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

વિસનગરના શ્રીજી એક્વા ફ્લેટમાં રહેતી રાજેશ્વરી નામની મહિલાના લગ્ન 13 વર્ષ પહેલા ભાવેશ નામના યુવક સાથે થયા હતા પરંતુ પારીવારીક જીવનમાં પારાવાર કંકાસ થતા મહિલાએ તેના પતીને છોડી દીધો હતો. બાદમાં તેને લગભગ અઢી વર્ષ પહેલા હીતેશકુમાર સાથે બીજા લગ્ન કરી દીધા હતા. તેના આ બીજા લગ્નથી તેની માતા તથા ભાવેશ બન્ને નારાજ હતા જેથી તેઓ વાંરવાર તેને પાછી આવી જવાનુ દબાણ કરી રહ્યા હતા. પંરતુ મહિલા તેના બીજા લગ્નથી ખુશ હોવાથી તેને પાછા જવાની વાતને નકારી કાઢી હતી. જેથી તેની માતા તથા તેનો પહેલો પતી સતત હેરાન પરેશાન કરવાનુ ચાલુ જ રાખ્યુ.

આ પણ વાંચો – અકસ્માતમાં 3 ના કરૂણ મોત, આઈસરવાળો એક્ટીવાને ટક્કર મારી ફરાર

મહિલાની સગી માતાએ તારીખ 13/10/2020 ના રોજ ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં હીતેશકુમાર તથા બીજા એક શખ્સ ભાવેશના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમા તેને જણાવ્યુ હતુ કે હીતેશ તથા બીજા એક શખ્સે ભેગા મળી ભાવેશને સમાધાન માટે બોલાવી તેનુ અપહરણ કરી દીધુ હોવાથી ત્યાર બાદ ભાવેશ ગુમ થયેલ છે. પરંતુ મહિલાના જણાવ્યા અનુસાર ભાવેશ(તેનો પહેલો પતી) સતત તેના સંપર્કમાં છે. જેની સાથે થયેલ વોટ્સએપ ચેટીંગની પ્રીન્ટ કઢાવેલ છે.

આ પણ વાંચો – તીક્ષ્ણ હથીયારો વડે હત્યાને અંજામ આપી લાશને કેનાલમાં ફેકી આરોપી ફરાર

આમ મહિલાના જણાવ્યા અનુસાર તેની માતા તથા જેની સાથે તેના પહેલા લગ્ન થયા હતા એ ભાવેશ તથા અન્ય પંકજ રતીલાલ શાહે અમને ખોટા કેસમાં ફસાવાનો કારશો રચી અન્ય ત્રણ વ્યક્તિનો સહારો લઈ નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરવાનુ કામ કર્યુ છે. જેના પુરાવા રૂપે ઓડીયો ક્લીપ તથા ભાવેશ સાથે થયેલ મેસેજની પ્રીન્ટ મહિલાએ પોલીસ સ્ટેશનમાં રજુ કર્યા હતા.

આ મામલે વિસનગર પોલીસે મહિલાની સગી માતા સહીત 6 વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ 195,465,471,120બી,468 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.