ગરવીતાકાત,તારીખ:૧૯ 

સમગ્ર ગુજરાતમાં સો ટકાથી પણ વધારે વરસાદ પડ્યો અને બે વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે આખાં વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું અને મગફળી કપાસ તથા અન્ય પાકને ભારે નુકશાન પહોંચ્યુ ખેડૂતોનાં હાથમાંથી આવેલ કોળીયો કુદરતે છીનવાઈ છે ત્યારે ધોરાજી પંથકમાં પણ ખેડૂતોની માઠી દશા જોવાં મળી હતી.

મોંઘા ભાવનાં બિયારણો જંતુનાશક દવાઓ ખેત મજુરી અને ખેડૂતોની આશા આ બધું જ એળે ગયું અને પાકમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો અને માન માન પોતાનું ગુજરાન ચલાવતા અને ઉછી ઉધારી કરીને સારાં પાકની અપેક્ષા એ વાવેતર કર્યુ પણ કુદરત એ પણ મંજૂર ન હોય કમોસમી વરસાદ અને વાવાઝોડું તથા ભારે પવન પડતાં ખેતરમાં વાવેલ પાક જેવાં કે મગફળી કપા ને ભારે નુકશાન થયું જેથી ધોરાજીનાં ખેડૂતો પાસે નવું વાવેતર કરવા માટે રૂપિયા પણ નથી ખેતર માં અન્ય પાક કે વાવણી માટે મજુરોને મજુરી માટે રૂપિયાની કે અન્ય કોઈ વ્યવસ્થા નથી જેથી ખેડૂતોનાં બાળકો જે અભ્યાસ કરતાં હોય તેઓને અત્યારે ખેતી કરવા અને મજુરી માટે કામે લગાડી દીધા છે જેથી મજુરીના રૂપિયા બચે અને પરીવારને થોડી રાહત થાય અને ધોરાજીનાં એક ખેડૂતે પોતાના ખેતરમાં મગફળી ખરાબ થવાંથી પાથરા અને મગફળીને બાળવાની પરિસ્થિતિ નિર્માણ થવા પામી હોય જેથી મગફળી અને પાથરાને બાળી નાખ્યા હતા અને આખું ખેતર સાફ કર્યુ હતુ સો ટકા પ્રિમીયમ ભરીને મગફળીનું વાવેતર કર્યુ પણ મગફળીનું વાવેતર સો ટકા નુકશાન થયું હતું અને એક બાજુ પોતાનો અભ્યાસ હાલ પુરતો છોડીને ખેડૂત પુત્ર પોતાના પરિવારને ખેતર કામમા મદદ કરે છે અને સરકારને આ ખેડૂત પુત્રો ઘણું કહી જાય છે અને ખેડૂતો સરકાર પાસે રાહતની અપેક્ષા રાખી રહયાં છે.

Contribute Your Support by Sharing this News: