અંકલેશ્વર થી પાવાગઢ સુધી સાયકલ યાત્રા કરી કોરોનાથી બચવાનો આપ્યો સંદેશ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભરૂચના સાઇકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા અંકલેશ્વર ના નિલેશ ચૌહાણ અંકલેશ્વર થી પાવાગઢ સુધી સાયકલ યાત્રા યોજી હતી. જિલ્લાના બંને સાઇકલિસ્ટ નો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલો હોય. કોરોના ની ત્રીજી લહેરના આગમનની સાથે જ ફરી એકવાર લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના ત્રણ વાક્યો લઈને બંને સાઇકલિસ્ટ પાવાગઢની સાયકલ યાત્રા પર નીકળ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. ત્રીજી લહેર શરૂ થઇ છે. બંને સાઇકલિસ્ટ એ રાજ્યની તમામ જનતાને અમારી અપીલ છે. માસ્ક હંમેશા પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, ભીડભાડ વાળા સ્થળ પર ન જાવના ધ્યેય સાથે અંકલેશ્વરથી પાવાગઢ સાયક્લિંગ કરીને લોકો સંદેશ આપ્યો હતો

આ સાથે અંકલેશ્વરના નિલેશ ચૌહાણ 2 વર્ષ દરમિયાન 10000 (દશ હજાર) કિમી પુરા થવા માં 130 Km બાકી હોવાથી પાવાગઢ ની સાયકલિંગ નું આયોજન કરી 10 હજાર Km પૂર્ણ કરી શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણે ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠવર્ણી ની પ્રતિમાને જળાભિશેક કરી પ.પૂ.શ્રી કોઠારી સ્વામી ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયત ના પૂર્વ સભ્ય કૌશિકભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનોએ બને સાયકલીસ્ટ નાના ઉમદા સાહસને બિરદાવી તેઓની સાથે જળાભિષેક કર્યો હતો

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.