પાલનપુરના લક્ષ્‍મીપુરાના એક વેપારીને તારથી બાંધી સળગાવી દઈ હત્યા કરાતાં અરેરાટી પ્રસરી ગઈ છે. જેમનો મૃતદેહ મંગળવારે મોડી સાંજે આકેસણ-વેડંચા ગામની સીમમાંથી મળતાં પીએમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના લક્ષ્‍મીપુરાના એક વેપારીને તારથી બાંધી સળગાવી દઈ હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે.

જેમનો મૃતદેહ મંગળવારે મોડી સાંજે આકેસણ – વેડંચા ગામની સિમમાંથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ દલપતભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ (રહે. શેરી નં ૪ લક્ષ્‍મીપુરા, હાલ રહે નવલપાર્ક સોસાયટી, પાલનપુર) તાલુકા પંચાયત સામે કુદરત ગાર્મેન્ટની દુકાન ધરાવે છે.

જેઓ મંગળવારે સવારે એમનું બાઇક લઈને પાંથાવાડા ઉધરાણીએ જાઉં છું તેમ કહીં નીકળ્યા હતા. જોકે, મોડા સુધી પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બની ગયા હતા. દરમિયાન ફોન ઉપર સતત સંપર્ક કરતાં અજાણી વ્યક્તિએ ફોન ઉપાડી દલપતભાઈનો મૃતદેહ આકેસણ – વેડંચા ગામની સીમમાં હોવાનું જણાવ્યું હતું. આથી પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. જ્યાં આ વેપારીનો મૃતદેહ એક ઝાડ સાથે તારથી બાંધેલો અને સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જાણ કરાતાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે આવી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે મૃતકના પુત્ર સંદિલકુમારે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ છે.

નાણાંકીય બાબતે હત્યા કરાઈ હોવાની આશંકા

દલપતભાઈ સવારે ટિફિન લઈ દુકાને આવ્યા હતા. પાંથાવાડા ઉઘરાણીએ જવાનું કહીંને 10 વાગ્યે નીકળ્યા હતા. દુકાનમાં કામ કરતાં નિકિતાબેને ચાર વાગ્યે ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફોન ન લાગતાં તેણી દુકાન બંધ કરી ઘરે ગયાં હતાં. આમ, નાણાંની ઉઘરાણી બાબતે હત્યા થઈ હોવાની પ્રાથમિક આશંકા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે. જોકે, વેપારીના ફોનની કોલ ડિટેલ સહિતના પુરાવાનો ઉપયોગ કરી ગુનાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરાયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Contribute Your Support by Sharing this News: