અમદાવાદથી ગુમ થયેલા માનસિક દિવ્યાંગ મહીલાનું સોશિયલ મીડીયાના માધ્યમથી છાપી પોલીસએ પરિવાર સાથે મિલન કરાવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

વડગામ તાલુકાની છાપી પોલીસને એક 24 વર્ષિય માનસિક દિવ્યાંગ મહીલા મળી આવતાં પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરી અમદાવાદ રહેતાં પરિવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસના ભીતરની સંવેદના બતાવતાં પરિવાર ભાવ વિભોર થયો હતો

છાપી પી.એસ.આઇ. જી.એમ.ભુંભાણી અને સ્ટાફ શુક્રવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક માનસિક દિવ્યાંગ મહીલા મળી આવતાં પોલીસે મહીલાની પૂછપરછ કરતાં મહીલા સભાન ન હોવાનું જણાતાં પોલીસે તાત્કાલીક મહીલાના
મેડીકલ રીપોર્ટ કરાવી અમદાવાદ ઓઢવ વિસ્તારમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી સોશિયલ મીડીયાના માધ્યમથી પરિવારને શોધી કાઢ્યો હતો. માનસિક દિવ્યાંગ મહીલાનું નામ રૂબી હોવાનું જાણવા મળ્યું હતું.
મહીલા અમદાવાદના સૈજપુર બોઘા કુબેરનગરની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેના પતિ જયકિશોર રામ નરેશ યાદવનો સંપર્ક કરી તેણીનું મિલન કરાવ્યું હતું. મહીલા તા. 5 જાન્યુઆરી-2022 ના રોજ ગુમ થતાં તેની ગુમની ફરિયાદ કુબેરનગર પોલીસ મથકે નોંધાઇ હતી

માનસિક દિવ્યાંગ મહીલાને લઇ છાપી પોલીસના પો.હે. જયેશભાઇ, યાજ્ઞિકભાઇ, નવિનભાઇ, વિરેન્દ્રભાઇ, હેતલબેન અને સુરતાબેન સતત પ્રયત્ન કરવા સાથે પોલીસના ભીતરમાં રહેલ સંવેદનાની પ્રતિતી કરાવતાં ચોમેર છાપી પોલીસ ની પ્રસંશા થઇ રહી છે

તસવિર અને આહેવાલ; દીલીપ ગોહીલ વડગામ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.