મહેસાણા એલસીબીએ મોબાઇલ તથા શરાબ મળી કુલ 36,189નો મુદ્દામાલ કબજે કર્યો
એલસીબીએ રેઇડ કરી એક શખ્સને ઝડપી પાડ્યો અન્ય એક ફરાર
ગરવી તાકાત, મહેસાણા તા. 20 – કડી પોલીસ સ્ટેશનની હદના ભવપુરા વિસ્તારના મકાનમાંથી કિંમત રુપિયા 36,189નો વિદેશી દારુનો જથ્થો મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં પ્રોહિબીશનની ચાલતી પ્રવૃતિઓને ડામી દેવાના મહેસાણા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. કિરણજી, વિજયસિંહ, લાલાજી, રમેશભાઇ, અજયસિંહ, રવિકુમાર સહિતનો સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન
હેકો. વિજયસિંહ તથા લાલાજીને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, કડી ભવપુરા બીએસએનએલ ઓફિસની સામે રહેતો ઠાકોર ચિરાગ તલાજી બહારથી પરપ્રાંતિય વિેદેશી શરાબનો જથ્થો લાવીને વેપાર કરે છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે રેઇડ કરતાં ઘટના સ્થળેથી વિદેશી શરાબના જથ્થા સાથે પઠાણ સલીમમીયા ભીખુમીયા રહે. કડી, ભવપુરાવાળાને ઘટના સ્થળ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.