થોડીવારમાં શરૂ થશે મીટિંગ, આજે સસ્તા પેટ્રોલની સાથે લેવાઈ શકે છે મોટા નિર્ણય

શેર કરવા અહીં ક્લિક કરો.

આજે જીએસટી કાઉન્સિલની અગત્યની બેઠક યોજાવા જઈ રહી છે. કોરોના કાળમાં આ પહેલી ફિઝિકલ મીટિંગ છે. આ બેઠકની અધ્યક્ષતા નાણા મંત્રી  કરશે. આજની આ બેઠક લખનઉમાં આયોજિત થઈ રહી છે અને આ બેઠકમાં અનેક અગત્યના નિર્ણય લેવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં  અને  જેવી ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓની રેસ્ટોરન્ટ સર્વિસ પર જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. બીજા શબ્દોમાં ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મને રેસ્ટોરન્ટની જેમ ટ્રીટ કરવામાં આવશે.
આ ઉપરાંત આજે પેટ્રોલ અને ડીઝલને જીએસટી ના દાયરામાં લાવવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાતે જ આ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો છે. જો આ પ્રસ્તાવને કાઉન્સિલમાં રજૂ કરવામાં આવે છે તો મંજૂરી માટે પેનલથી ત્રણ- ચતુર્થાંશથી અપ્રૂવલની આવશ્યક્તા હશે. તેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ સામેલ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલના સમયમાં ઓલટાઇમ હાઈ પર છે. મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે તો ડીઝલ પણ 90 રૂપિયા પ્રતિ લીટરની નજીક છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.