ગરવી તાકાત,દાંતીવાડા
દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં સગીરાએ પતિ પત્ની સામે ફરિયાદ નોંધાવી
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડામાં એક પરીવારની સગીરાને હેબતપુર ગામના એક પરણીત યુવકે લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતુ. બાદમાં તેની સાથે અવાર નવાર દુષ્કર્મ ગુજારી તેને મારી નાખવાની ધમકી આપતા તે પીડિત સગીરાએ પોતાની સાથે દુષ્કર્મ આચરનાર પરણીત યુવક તેમજ તેને મદદગારી કરનાર તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરતા પોલીસ આરોપી પતિ પત્ની ને ઝડપી પાડવાની તજવીજ દાંતીવાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ખેતરની સીમમાં સગીરાને એકલી જોઈ બળાત્કારની કોશીસ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ
દાંતીવાડા તાલુકામાં ૧૬ વર્ષની સગીર યુવતીને પાલનપુર તાલુકાના હેબતપુર ગામના પરણિત યુવાને લલચાવી ફોસલાવી તેનું અપહરણ કર્યું હતું.ત્યારબાદ સગીરા સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં બનાવ અંગે કોઇને કોઇ જાણ કરીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપતા દુષ્કર્મનો ભોગ બનેલી સગીર કિશોરીએ પોતાની સાથે બળાત્કાર ગુજારનાર પાલનપુર તાલુકાના હેબતપુર ગામના પરણીત યુવક તેમજ તેને મદદ કરનાર તેની ધર્મ પત્ની વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથકે દુષ્કર્મ તેમજ પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા દાંતીવાડા પોલીસે આરોપી પતિ-પત્ની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.