— કડી શહેર માં બાયોમેડિકલ વેસ્ટ મળી આવવાવનું યથાવત છતાં તંત્ર હાથ પર હાથ ધરી ને બેસી રહ્યુ છે :
ગરવી તાકાત મહેસાણા : કડી માં થોડા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક વિસ્તારોમા બાયોમેડિકલ વેસ્ટ મળી આવવાની બૂમરાડ ખૂબજ મોટા પ્રમાણ માં આવી રહી છે છતાં પણ ત્યાંનું સ્થાનીક તંત્ર આંખ આડા કાન કરી ને બેસી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. નાની કડી વિસ્તા રમાં આવેલ સર્વ વિધાલય કેમ્પસ ની બાજુમાં આવેલ કોપોરેશન બેંક ની સામે ની બાજુમાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો બાયોમેડિકલ વેસ્ટ નું યોગ્ય જગ્યાએ નિરાકરણ લાવવા ને બદલે લોકો મન ફાવે ત્યાં બાયોમેડિકલ નો વેસ્ટ નાખી ને જતા રહેતાં હોય છે
જેના કારણે ત્યાં આજુ બાજુ ગંદકી અને તેના થી સ્વાસ્થય ને પણ હાની પહોચતું જોવા મળી રહ્યું છે.છતાં પણ તંત્ર ને જાણ હોવા છતાં જેતે હોસ્પીટલ કે લેબોરેટરી માં વપરાયેલ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે શાંતિ થી હાથ પર હાથ ધરી ને બેસી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યાં બાજુમાં આવેલ ગોપાલ પાર્ક કોમ્પલેક્ષ ના નાગરિકે નગરપાલીકા ના પ્રમૂખ ને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.
ગુરૂવારે સાંજ ના સમયે વરસાદ પડતા કોર્પોરેશન બેંક ની સામે કચરાના ઢગલા માં પડેલા બાયોમેડિકલ વેસ્ટ તણાઈ જઈને ગોપાલ પાર્ક કોમ્પલેક્ષ પાસે આવી પહોંચ્યો હતો.અને તેની પાસે રહેલ કચરાના ઢગલા માં પણ બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો.
શું આ બાયોમેડિકલ વેસ્ટ ક્યાંથી મળી આવ્યો તે યોગ્ય રીતે તપાસ કરી ને તેની સામે સ્થાનીક તંત્ર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે હવે જોવા નહિ રહી ગયું છે. વારંવાર કડી માંથી અનેક વાર બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા ગણા બધાં પ્રશ્નો લોકોના મનમાં ઉદભવતા જોવા મળી રહ્યા છે અને આ બાયોમેડિકલ વેસ્ટ ને કારણે કોઈ કારણોસર પશુઓ ના ખાવા જતું રહેશે તો જવાબદાર કોણ રહશે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી