• ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં
  • વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થશે

ગીર:ગીરમાં સિંહ દર્શન માટે આજે છેલ્લો દિવસ છે. એટલે કે હવે આવતીકાલથી સિંહોનું વેકેશન પડશે. જેથી આવતીકાલથી ગીરના અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. આવતી કાલથી તમામ પર્યટકો માટે સિંહદર્શન બંધ થશે. હવે ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતા હોય છે.

દેવળિયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે
ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સિઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂન સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફરી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જો કે દેવળિયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. આવીકાલે 15 જુન સિંહ દર્શન માટે છેલ્લો દિવસ છે. છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 523 આસપાસ હતી, હવે આશરે 700 ઉપર સાવજોની સંખ્યા પહોચી છે, ત્યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે મહત્વનો સાબિત થશે.

Contribute Your Support by Sharing this News: