ગરવી તાકાત,અમીરગઢ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ડુંગરો ચોમાસાની ઋતુ દરમિયાન લીલોતરીથી છવાઈ જતા હોય સૌંદર્ય ભરપૂર જોવા મળે છે. વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઢોલીયા ગામના તળાવની તો આ તળાવ ઊંચા ઊંચા ડુંગરોની વચ્ચે આવેલું છે. તળાવની ચારેકોર ઊંચા ડુંગરો હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન ઝાડી ઝાંખરા ભગવતી લીલાછમ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો – અમીરગઢની બનાસ નદી પીકનીક નું કેન્દ્ર બની
ત્યારે આ ડુંગરોમાં છવાયેલી લીલોતરીથી આ તળાવમાં જોવા લાયક નજારો સર્જાયો છે. કહી શકાય કે અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામનું આ તળાવ હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન લીલોતરીના કારણે કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠેલી જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલું તળાવ એક નજરે જોવામાં આવે તો જાણે કોઈ જોવાલાયક સ્થળ હોય તેવુ લાગી રહ્યું છે.
રીપોર્ટ : જયંતિ મેતિયા