કોરોનાની બીજી લહેરની અસર ધીમી પડી રહી છે એવામાં તંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે. જેમાં મહેસાણા એસઓજીની ટીમે ફરિવાર એક અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. મહેસાણા એસઓજીની ટીમે આ કાર્યવાહી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની મદદથી આ ઓપરેશન પાર પાડ્યુ છે. જેમાં આરોપી છેક રાજેસ્થાનથી ઝડપાયો છે.
મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકમાં અપહરણના આરોપમાં નોંધાંયેલ કેસનો આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. જે મુળ રાજેસ્થાનના ડુંગરપુરનો રહેવાશી હતી. આ કેસની તપાસ વચ્ચે ટીમને બાતમી મળી હતી કે, સદર આરોપી ડુંગરપુરના બીંછીવાડામાં હાજર છે જેથી ટીમે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની મદદથી આરોપીને સ્થળેથી ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. ઝડપાયેલ આરોપીનુ નામ ભાગોરા હિતેષ બંસીલાલ સામે આવ્યુ છે.