મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દલિત સમાજ તથા વાલ્મીકિ સમાજ ના માણસો દ્વારા આજથી 15 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશ ના હાથરસ માં વાલ્મીકિ સમાજ ની દીકરી ઉપર ગેગરેપ કરી હત્યા કરવામાં આવી હતી તે બાબતે કડી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને કેન્ડલ માર્ચ રેલી દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ મનીષા વાલ્મીકિ નામની 19વર્ષ ની બાળકી ઉપર સામુહિક ગેગરેપ આચરવામાં આવેલ હતો.
આ પણ વાંચો – હાથરસના આરોપીઓને શુ સજા કરવી એની ચર્ચા થઈ રહી છે ત્યારે પોલીસ રેપ માનવા પણ તૈયાર નથી
આ બાળકી દ્વારા પ્રતિકાર કરતા આ બાળકીની કરોડ રજૂ તોળી નાખેલ તેમજ જીભ કાપી નાખી તેના શરીર ના જુદા જુદા ભાગો પર ગંભીર ઇજાઓ કરી હતી.પણ આ દીકરી નું મૃત્યુ પામી હતી.આ ઘટનામાં ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ની ભુમિકા ખુબજ શકાસ્પદ છે.સરકાર દ્વારા આરોપીઓ ને મદદ રૂપ થાય તેવા કૃત્યો કરેલ છે. આજે પણ ત્યાં જંગલ રાજ જેવી પરિસ્થિતિક છે. દિનદહાડે બહેન દીકરીઓ ના અપહરણ કરવામાં આવે છે. લુંટફાટ કરવામાં આવે છે.બહેન દિકરીઓ સાથે જાહેરમાં છેડતી મસકરીઓ અને બળાત્કાર ની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.
આ ઘટનાને કડી તાલુકાના દલિત સમાજ તેમજ વાલ્મીકિ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમજ આ દીકરીને ન્યાય મળે તે માટે નામદાર સુપ્રીમ કોર્ટ નોંધ લઈને ખાસ કિસ્સામાં આ કેશ ની તપાસ કરાવી આ આરોપીને ફાંસી ની સજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ સાથે શ્રધ્ધાંજલિ માં કડીના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા વાલુભાઇ દેસાઈ,પિયુશભાઇ રાયકા, કિશનભાઇ વાલ્મિકી, રાજુભાઈ વાલ્મિકી, પૂનમભાઈ વાલ્મિકી, શાંતાબેન, વિગેરે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ ના કાર્યકર અને આગેવાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો – હાથરસ જતા રાહુલ ગાંધીને અટકાવાયા, કહ્યુ પોલીસે ધક્કા મારી નીચે પાડ્યો હતો
કડી તાલુકા દલિત સમાજ આ ધટના ને વખોડી કાઢે છે આ દલિત દીકરીને ન્યાય મળે તે માટે નામદાર સુપ્રીમ કોર્ટે નોધ લઈને ખાસ કિસ્સામાં આ કેસ ની તપાસ કરાવી આ આરોપીને ફાસીની સજા આપવા આવે તટસ્થ તપાસ થાય તે માટે સી.બી.આઈ ની માંગણી કરી હતી ભવિષ્યમાં આવાં કિસ્સા નાં બને તે માટે સરકાર યોગ્ય કાયદો લાવે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરે ભવિષ્યમાં દલિત સમાજ ની દીકરીઓ ઉપર આવું નાં બંને કોઈ અધમ કૃત્ય નાં થાય તે માટે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી દલિત સમાજ દ્વારા આવેદનપત્ર માં માગણી કરવામાં આવી હતી અને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.