કડી શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ હેરાફેરી કરતા ચાલકને ઝડપી બે ફરાર બુટલેગરની તપાસ હાથ ધરી

શેર કરવા અહીં ક્લિક કરો.
કડીમાંથી વાહનમાં વિદેશી દારૂની હેરફેર કરતા આરોપી ઝડપાયા છે. કડીના શહેરી વિસ્તારમાં સ્થાનીક પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પીએસઆઇ એસબી ઘાસુરા ને ખાનગીમાં બાતમી મળી હતી કે ઇનોવા ગાડીમાં વિદેશી દારૂ પાસ પરમીટ વગર હેરાફેરી કરી જેમાં જનક પટેલ નામનો ઈસમ ગાડી ની આગળ પાછળ રહી ગાડીને પસાર કરવા માટે પાયલોટીંગકરી મદદ કરી વેચાણ કરી રહયો છે.

આ પણ વાંચો – કડી પોલીસ ઉંઘતી ઝડપાઈ – મહેસાણા LCBએ સુરજમાંથી 66 હજારનો દારૂ ઝડપી પાડ્યો

બાતમીની હકીકત મેળવવા માટે તપાસ કરતા તીન બત્તી રૂમ મહાજન પાસે ઇનોવા ગાડી GJ-01-RL-6824 નમ્બરની ગાડીની હીલચાલ શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા ઇનોવા ગાડી માંથી 2,77,780/- નો વિદેશી દારૂની બોટલ મળી આવતા ઇનોવા ગાડી તેમજ મોબાઈલ સહીત 5,33,280/- નો મુદ્દામાલ જપ્ત કરીને ગાડી ચાલક હિરેન ઉર્ફે ભોલો ઉર્ફે દલવાડી દેવેન્દ્ર ભાઈ ઉર્ફે ભાઇ લાલ ભાઈ કેશવલાલ પ્રજાપતિ રહે મલ્હાર પુર રાવળવાસ બલાસર કડી વાળો તેમજ પાયલોટીંગ કરતા જનકભાઈ શૈલેષભાઇ પટેલ, રહે- સાયોના સોસાયટી બલાસર તા. કડીવાળો પ્રવિણજી બાબુજી ઠાકોર ઝાલા, રહે-બલાસર કડીવાળો સામે ગુનો નોંધી તેમજ વિદેશી દારૂની પાયલોટીંગ કરી હેરાફેરી કરતા નાસી છૂટેલા જનક પટેલ તેમજ પ્રવીણ ઝાલાને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.