પાલનપુર ખાતે બ્રિજ ધરાશાયી થયાની ઘટનાનો મુદ્દો કેબીનેટમાં ગુંજ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રી અને અધિકારીઓને જરૂર પડે તો વધુ નાણાં ખર્ચ કરવા સૂચન કર્યું

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજ ધરાશાઈ થયા બાદ  ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા હતા

ગરવી તાકાત, બનાસકાંઠા તા. 26 – પાલનપુર બ્રિજ દુર્ઘટનાનો પડઘો કેબિનેટ બેઠકમાં પડ્યો છે. આજે ગાંધીનગરમાં યોજાયેલ ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠકમાં પાલનપુર બ્રિજ દુર્ઘટના મામલે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ પડવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. આ સાથે મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રી અને અધિકારીઓને જરૂર પડે તો વધુ નાણાં ખર્ચ કરવા સૂચન કર્યું છે.


ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. તાજેતરમાં બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજ ધરાશાઈ થયા બાદ  ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા હતા. જે બાદમાં હવે આજે કેબિનેટ બેઠકમાં પણ પાલનપુર બ્રિજ દુર્ઘટનાનો પડઘો પડ્યો છે. વિગતો મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ મંત્રી અને અધિકારીઓને આ મામલે સૂચના આપતા કહ્યું છે કે, ગુણવત્તાની બાબતમાં કોઇ બાંધછોડ ચલાવી લેવાશે નહી. આ સાથે જરૂર પડે તો વધુ નાણાંનો ખર્ચ કરવા સૂચના આપી છે.

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટના બાદ હવે બ્રિજ બનાવનાર ૠઙ ચૌધરી કંપનીના જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, જીપીસી કંપનીના 7 ડિરેક્ટર અને ઈજનેર સામે ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે, પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા. આ તરફ સમગ્ર કેસની તપાસ દિયોદર ડીવાયએસપી ડી.ટી.ગોહિલને સોંપાઈ છે. પાલનપુર ખાતે આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ તૂટી પડવાના કારણે બે લોકોના મોત થયા હતા. જે બાદમાં હવે બ્રિજ બનાવી રહેલી કંપનીના સાત ડિરેકટરો અને એન્જિનિયરો મળી 11 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પાલનપુર બ્રિજની કામગીરી દરમિયાન ગર્ડર નીચે બેરીકેટીંગ અને ટ્રાફિક માર્શલ ના રાખી ગુન્હાહિત બેદરકારી દાખવી હોવાના કારણે બે લોકોના મોત થયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.