પાલનપુરમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી છાત્રાના આપઘાત મામલે તપાસની માંગ કરાઇ
બનાસકાંઠા જિલ્લા કલેકટરને આજે લેખિતમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા આવેદનપત્ર પાઠવી ભાન્ડુ ખાતે આવેલી નર્સિંગ કોલેજમાં છાત્રાના આપઘાત બાબતે સીટની રચના કરી તપાસ કરવાની માંગ કરાઇ છે.
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની નર્સીંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિની ગત બુધવારે અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં સિલિંગ ફેન પર દુપટ્ટો ભરાવી આપઘાત કરી લીધો હતો. આ બાબતે આજે પાલનપુર ખાતે આવેલી જિલ્લા કલેક્ટર કચેરીએ  અેન.અેસ.યુ.આઇ વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત ઘટના બાબતે સીટની રચના કરી તટસ્થ તપાસ થાય અને જવાબદાર સંચાલકો ઉપર યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી આવી ઘટનાઓ બીજીવાર ન બને. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત ઘટનામાં વિદ્યાર્થિનીનો ગળે ફાંસો ખાવાનું મુખ્ય કારણ સંચાલક દ્વારા વિદ્યાર્થીને ફી બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું કહેવાય છે. ત્યારે આ બાબતે સીટની રચના કરવામાં આવે અને સંચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: