અફઘાનીસ્તાનમાં મહિલા અને અલ્પસંખ્યકોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે:એસ જયશંકર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,દિલ્લી

ભારતના વિદેશ મંત્રી એસ. જયંશંકરે અફઘાનીસ્તાનમાં શાંતી કરારને લઈ અફઘાનીસ્તાનની સરકાર અને તાલીબાન ની વચ્ચે વાતચીતની શરૂઆતમાં સંબધન કર્યુ હતુ. જેમાં એસ.જયશંકરે ભારત અને અફઘાનીસ્તાન વચ્ચેના સંબધોને લઈને એક બીજાના સહયોગની વાત કરી હતી. અને આગળ પણ બન્ને દેશો વચ્ચે સંબધો બરકાર રહે એની વાત કરી હતી.

આ પણ વાંચો – મુકેશ અંબાણીની RIL 15 લાખ કરોડનુ માર્કેટ કૈપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની

એસ.જયશંકરે આ પ્રસંગે અફઘાનીસ્તાનના વિકાસને લઈ 400 વિકાસની યોજનાઓની વાત કરતા જણાવ્યુ હતુ કે આ યોજનાઓ બન્ને દેશોના સંબધોની સાક્ષી છે જે બન્ને દેશો વચ્ચે યોજનાઓ અમલમાં છે.તેમને પોતાની વાતમાં વજન આપતા કહ્યુ હતુ કે અફઘાનીસ્તાનમાં તાલીબાન અને સરકાર વચ્ચે શાંતીની ચર્ચા થાય અને મહિલાઓ અને અહિના અલ્પ સંખ્યકોના હીતોને ધ્યાનમાં રાખવામાં આવે. આ ચર્ચામાં ભારત તરફથી માનવ અધિકારો અને ડેમોક્રેસીને મજબુત કરવાનો પક્ષ રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – અમેરીકામાં જો બાઈડન 47 ટકા અને ડોનાલ્ડ ટ્રમ્પ 40 ટકાની પંસદ : સર્વે

અફઘાનીસ્તાનના તાલીબાનો સત્તામાં મહિલાઓની ભાગીદારીના વિરોધી છે. અને તેઓ મહિલાઓને ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવાના પણ વિરોધી છે. માટે એસ. જયશંકરનુ આ વાતચીતમાં મહિલાઓ ઉપર બોલવુ એ ખુબ મહત્વપુર્ણ હતુ. તાલીબાન સત્તાના ભાગીદાર બની જાય તો ભારતના હીતોને અસર થાય એમ છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.