ભારત સરકારે પબ-જી સહીત 118 વિદેશી મોબાઈલ એપ્સ ઉપર પ્રતીબંધ મુક્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, દિલ્લી

અગાઉ કેન્દ્ર સરકારે 15 મી જૂને 59 ચીની એપ્સ સામે કાર્યવાહી કરી હતી, જેમાં ટિકટોક, યુસી બ્રાઉઝર, ઝેન્ડર વગેરે પોપ્યુલર એપ્સનો સમાવેશ થતો હતો. તે પછી  47 વિદેશી એપ્સ ઉપર પણ પ્રતિબંધ મૂકાયો હતો. આ પ્રતીબંધ ત્રીજી વખત પ્રતિબંધ મૂકાયો છે.

મંત્રાલયે કહ્યું હતું કે આ તમામ એપ્સ સામે વારંવાર અલગ અલગ બહાના હેઠળ ડેટા એકઠાં કરાતા હોવાની ફરિયાદ ઉઠતી હતી. ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્સર અને ગૃહ મંત્રાલયે પણ આ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.

ભારત સરકારે 118 વિદેશી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પબજી, વીચેટ, સુપરક્લિન, લુડો, એપ્સલોક, એમપીથ્રી પ્લેયર,  જેવી એપ્સ સામે ડેટા ચોરીનો આરોપ થતા રહેતા હતા. કેન્દ્ર સરકારના આઈટી વિભાગે એક નોટિફિકેશન જારી કરીને 118 વિદેશી એપ્સ પર કાર્યવાહી થઈ હોવાની જાહેરાત કરી હતી. મોટા ભાગની એપ્સનું ચાઈનીઝ કનેક્શન હોવાથી પગલાં ભરાયા છે.કેન્દ્ર સરકારના આઈટી વિભાગે એક નોટિફિકેશન જાહેર કરીને 118  મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યાનું જાહેર કર્યું હતું. જેમાં સરકારે જણાવ્યુ છે કે દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા, આંતરિક સુરક્ષા અને નાગરિકોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને શંકાસ્પદ વિદેશી એપ્સ સામે કાર્યવાહી થઈ છે.

આ પણ વાંચો – ફેસબુકે ભાજપની નારાજગીના ડરથી તેમના નેતા ઉપર કોઈ કાર્યવાહી ના કરી: રીપોર્ટ

પ્રતીબંધીત એપ્સ મોટાભાગે ચીન અને ચીની કંપનીઓ સાથે સીધું કે આડકતરું કનેક્શન હતું. ઘણી એપ્સને ચીનનું ફંડિંગ મળતું હતું. તો ઘણી એપ્સ ચીની કંપનીઓએ જ ડિઝાઈન કરી હતી.ભારત સરકારે અત્યાર સુધીમાં કુલ ૨૨૪ ચાઈનીઝ એપ્સ સામે પગલાં ભર્યા છે. આ પ્રતિબંધ એવા સમયે મૂકાયો છે કે જ્યારે ફરીથી લદાખ સરહદે બંને દેશો વચ્ચે તંગદિલી વધવાનો સંકેત મળ્યો છે. 

પાકીસ્તાને પણ નીયમો આગળ કરી ઘણી એપ્સ ઉપર પ્રતીબંધ મુક્યા

પાકિસ્તાને પણ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને ટિન્ડર સહિતના પાંચ એપ્સ ને બેન કરી છે. પાકિસ્તાન સરકારે એપ્સ મેનેજમેન્ટને નોટિસ પાઠવીને કાયદાનું પાલન ન કરતા હોવાનું જણાવ્યું હતું.

પાકિસ્તાન સરકારે નોટિફિકેશનમાં કહ્યું હતું કે ટિન્ડર સહિતની ડેટિંગ એપ્સ અશ્લિલ સામગ્રીનો સંચાર કરે છે અને પાકિસ્તાનના કાયદાનુ પાલન કરતી નથી. ટિન્ડર ઉપરાંત ગ્રાઈન્ડર, ટૈગ્ડ, સ્કાઉટ અને સે હાય જેવી એપ્સને પાકિસ્તાને બેન કરી દીધા છે. આ એપની કંપનીઓને સ્પષ્ટતા કરવા માટે પાકસ્તાન સરકારે એક અઠવાડીયાનો સમય આપ્યો છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.