મહેસાણા : દેશમાં એક બાજુ અલીગઢમાં 2.5 વર્ષની બાળકીની કરપીણ હત્યાના કારણે ઉકળતા ચરૂ જેવી સ્થિતી છે, ત્યારે ગુજરાતમાં એક જઘન્ય ઘટના સામે આવી છે. મહેસાણામાં સગા બાપે જ પોતાની દિકરીને મારી નાંખી હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના વિસનગર ખેરાલુ રોડ પર આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારમાં પારિવારિક ઝઘડાના કારણે પિતાએ એક વર્ષની પુત્રીને પટકી પટકીને તેની હત્યા કરી નાંખી છેરાજ્યમાં અને દેશમાં બાળકીઓ પરના અત્યાચારના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે. બે દિવસ પહેલાં અમદાવાદમાં પણ અદાવતના એક બાળકીને હત્યા કરી નાંખવાનો કિસ્સો બન્યો હતો. જ્યારે સમગ્ર દેશમાં હાલમાં અલીગઢનો મર્ડર કેસ ચર્ચાનું કારણ બન્યો છે. મહેસાણામાં ઘટેલી ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે.

અલીગઢમાં જઘન્ય હત્યા: ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં હદયકંપાવતી ઘટના સામે આવી છે. એક અઢી વર્ષની માસુમ બાળકીની પહેલા ગળું દબાવી હત્યા કરવામાં આવી ત્યારબાદ તેની આંખો કાઢી લેવામાં આવી. આવું કરવા પાછળનું કારણ એટલું હતું કે બાળકીના માતા-પિતા 10 હજાર રૂપિયાની લોન ચૂકવી શક્યા નહીં. પોલીસે ફરિયાદ દાખલ કરી બે લોકોની ધરપકડ કરી છે. જો કે બાળકી સાથે બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું. અલીગઢના એસએસપી આકાશ કુલહરીના જણાવ્યા પ્રમાણે ગત 31 મેએ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. જેમાં તેઓએ જણાવ્યું કે વ્યક્તિગત દુશ્મનીના મામલે આ ઘટના બની છે. આરોપીઓએ પહેલા બાળકીનું ગળુ દબાવી હત્યા કરી ત્યારબાદ આંખ કાઢી લીધી.
Contribute Your Support by Sharing this News: