ગરવીતાકાત,બનાસકાંઠા: ડીસાના શમશેરપુરા પાટિયા પાસે બસો રોકી વિદ્યાર્થીઓ એ હોબાળો મચાવ્યો હતો. ડીસા થરાદ હાઈવે પર શાળા જવાના સમયે બસો ઉભી ના રખાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને બસ રોકો આંદોલન શરૂ કરી દીધું હતું.

શાળામાં સમયસર પોહચવા માટે વિદ્યાર્થીઓ બસનો પાસ કઢાવે છે પરંતુ બસ ડ્રાઇવર અને કંડકટર પોતાની મનમાની ચલાવતા બસો ઉભી રાખતા નથી જેથી વિદ્યાર્થીઓ સમયસર શાળાએ જઈ શકતાં નથી જોકે આજે  બસ ડ્રાઇવર અને કંડકટરની મનમાની સામે વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને હાઈવે પર હોબાળો મચાવી 15 જેટલી બસો રોકી દેતાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા   સમગ્ર ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને થતા ઘટના સ્થળે પોહચી મામલો થાળે પડવાની કોશિશ કરાઈ હતી પરંતુ વિદ્યાર્થીઓ પોતાની જીદ પર અડગ રહી એસટી તંત્રના અધિકારીઓને સ્થળ પર બોલાવાની માગણી કરી હતી વિદ્યાર્થીઓના રોષ સામે પોલીસે પણ નમતું જોખી હોબળાંની મોક પ્રેક્ષક બની હતી વિદ્યાર્થીઓના ટોળા સાથે ગ્રામજનો પણ જોડાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો જોકે આખરે ગામના વડીલો અને તંત્રની આશ્વાસનના પગલે વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન સ્મેટિયું હતું. શાળાએ જવા બસો ઉભી રખાતી નથી અમે 1000 વિદ્યાર્થીઓ રોજ અટવાઈ પડીએ છીએ.