મહેસાણા લોકસભા સાંસદના અધ્યક્ષસ્થાને અને રાજ્યસભા સાંસદની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો શુભારંભ કાર્યક્રમ યોજાયો…

November 11, 2025

-> સાંસદ ખેલ મહોત્સવમાં ૧,૩૬,૦૦૦ જેટલા ખેલાડીઓ દ્રારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું :

ગરવી તાકાત મહેસાણા : પાંચોટ સ્પોટ સંકુલ, મહેસાણા ખાતે મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઇ નાયકની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મહેસાણા લોકસભા ક્ષેત્રમાં કબડ્ડી, એથ્લેટિક્સ, કુસ્તી, બેડમિન્ટન, યોગાસન, ખો-ખો, હેન્ડબોલ અને વોલીબોલ જેવી લોકપ્રિય અને આરોગ્યપ્રદ રમતોની સ્પર્ધાનું આયોજન સાંસદ ખેલ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોના રમતવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ મેદાનમાં પોતાનું કૌવત દાખવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન માત્ર એક રમત અથવા ઇવેન્ટ નથી, પરંતુ નવા યુવાનોને રમત ક્ષેત્રે આગળ લાવવા અને તેમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહન આપવા માટેનો પ્રયાસ છે. સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ મહેસાણા લોકસભામાં ૮ રમતોમાં કુલ ૧,૩૬,૦૦૦ જેટલા ખેલાડીઓ દ્રારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે .મહેસાણા જિલ્લામાં તસ્મીન મીર, વૈદેહી ચૌધરી, યાત્રી પટેલ જેવા આંતર-રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તથા રુદ્ર ચૌધરી, હરેશ ચૌધરી,ધ્રુવી ચૌધરી જેવા રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ આજે પણ મહેસાણા જિલ્લાનું નામ રોશન કરવા જીજાન મહેનત કરી રહ્યા છે.

આ પ્રસંગે ઉદબોદન કરતા રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઇ નાયકે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેલા રમતગમત ક્ષેત્રે રસ દાખવતા યુવાઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાંથી વિવિધ રમતવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના પરિવાર અને મહેસાણા જિલ્લાનું નામ રોશન કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. સાંસદ ખેલ મહોત્સવ, ખેલ મહાકુંભ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરી છેવાડે રહેલો રમતવીર પણ આજે પોતાનું કૌશલ્ય બતાવી રહ્યો છે.

અને આ રમતવીરને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયાસ રત છે.  કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરો અને કોચને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા કક્ષાની રમતો- કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટીક્સ સ અને લોકસભા કક્ષાની રમતો – બેડમિન્ટન, કુસ્તી, હેન્ડબોલ, યોગાસનનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, કડી ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડા અગ્રણી સર્વે શ્રી ગીરીશભાઈ રાજગોર શ્રી મનુભાઈ ચોકસી, પાંચોટ સરપંચશ્રી, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી, રમત વિકાસ અધિકારી શ્રી કિલ્લોલ સાપરિયા સહિત રમતગમતના વિવિધ કોચ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0