આગામી વિધાનસભા ચુંટણીની અસર રાષ્ટ્રપતિ ચુંટણીથી લઇ રાજયસભા ચુંટણી સુધી જાેવા મળશે

શેર કરવા અહીં ક્લિક કરો.

૧૦ માર્ચે ઉત્તરપ્રદેશ પંજાબ ઉત્તરાખંડ ગોવા અને મણિપુરની ચુંટણી પરિણામ આવતા જ ૨૦૨૪ના મહાસંગ્રામ માટે અટકળોનું બજાર ગરમ થઇ જશે આ સ્વાભાવિક પણ છે કારણ કે ઉત્તરપ્રદેશની ચુંટણી હંમેશાથી સામાન્ય ચુંટણીની સેમીફાઇનલની જેમ જ જાેવામાં આવે છે સતત બીજીવાર કેન્દ્રમાં બહુમતિની મોદી સરકાર બની તો તેનું એક માત્ર કારણ ઉત્તરપ્રદેશનો જનમત જ છે.આ વખતે યોજાનાર પાંચ રાજયોની ચુંટણીનું મહત્વ વધુ મહત્વપૂર્ણ બની જશે.એક તરફ જયાં પાંચ રાજયોની ચુંટણીમાં ભાજપની સામે વર્ચસ્વ બચાવી રાખવાનો પડકાર રહેશે તો બીજી તરફ પંજાબના સહારે કોંગ્રેસની સમક્ષ ઉકત પોતાનું રાજનીતિક અસ્તિત્વ બચાવવાનું સંકટ છે

ગત કેટલાક મહીનાથી કેન્દ્રની રાજનીતિમાં ભાજપ વિરોધી એક મોટુ જુથ ઉભુ કરવાની પુરી મહેનતકશ થઇ રહ્યું છે.પશ્ચિમ બંગાળની જીત બાદ ટીએમસીએ એક તરીતે ખુદને કોંગ્રેસની સરખામણીએ વિરોધી પક્ષનું નેતૃત્વ કરવાની જાહેરાત કરી ચુકી છે કોંગ્રેસ અને ટીએમસીની ખેંચતાણ હાલમાં સંસદમાં પણ જાેવી મળી હતી. ગોલામાં તેની જાહેરાત ત્યારે થઇ જયારે કોંગ્રેસના નેતાઓને જ તોડી ટીએમસીએ પોતાના મહગત્વાકાંક્ષાને સાધવાની ઇચ્છા વ્યકત કરી દીધી જયારે એનસીપીના નેતા શરગ પવારે ફરીથી તે કર્યું જેના માટે તે જાણિતા છે.મધ્યસ્થના રૂપમાં તે નેતા જ બને છે તેમણે ફરીથી ચુંટણી રાજયોમાં કોંગ્રેસની સાથે વિપક્ષી દળોના ગઠબંધનના પ્રસ્તાવ બજારમાં ઉછાળી દીધો છે. સંકટ કોંગ્રેસ માટે છે કે તે વિરોધ પક્ષોની એકતામાં કુઠારાધાતની દોષી છે

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.