પિયરમાં આવીને પતિ પત્નીને વળગી પડ્યો, અને એવો બ્લાસ્ટ થયો કે પત્નીના શરીરના ફૂરચેફૂરચા ઉડી ગયા

February 25, 2022

ગરવી તાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના વહેમી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી ગઈ છે. ભેદી બ્લાસ્ટમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, જેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ભેદી બ્લાસ્ટના પગલે ઇસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતા સમજી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ભેદી બ્લાસ્ટની ઝીણવટભરી તપાસ હાથ ધરી એફએસલની મદદ લીધી હતી. પતિએ પત્નીને બ્લાસ્ટમાં ઉડાડી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. ભેદી બ્લાસ્ટના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

શંકાથી કંકાસ સર્જાય છે અને કંકાશથી કત્લેઆમ. ગૃહ કંકાશના પગલે સતત હત્યાના બનાવો ગુજરાતમાં વધી રહ્યાં છે. ક્રૂર પતિએ પત્નીની હત્યા કરવા જે માર્ગ અપનાવ્યો તે વિચાર માત્ર જ ભલભલાના કાળજા કંપાવી નાંખનારો છે. મેઘરજના ઇસરી નજીક આવેલા બીટી છાપરા ગામમાં પિયર આવેલી પત્નીને પતિએ બ્લાસ્ટ કરી હત્યા કરી છે. હત્યારા પતિ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો છે.

ઘટનાની માહિતી એવી છે કે, બીટીછાપરા ગામના શારદાબેન પગીના લગ્ન મુલોજનાં ડેરા ડુંગરી ગામના લાલાભાઇ સાથે થયા હતા. લગ્નના સુખી સંસારના ભાગરૂપે ૨૦ વર્ષીય એક પુત્ર પણ છે. શારદાબેન પગી તેમના પિયર બીટી છાપરામાં આવ્યા હતા, ત્યારે ગુરુવારે રાત્રે તેમનો પતિના મગજમાં જાણે હત્યાનું ભૂત સવાર થયું હોય તેમ કમરમાં ડાયનામાઇટ (જેલીટીન કેપ) વીંટાળી બીટીછાપરા પહોંચી ગયા હતા. પત્ની શારદાબેનને ઘર બહાર બોલાવી ભેટી પડ્યા હતા. જે બાદ તરત જ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.

આ બ્લાસ્ટમાં પત્ની શારદાબેનના શરીરના ફૂરચેફૂરચા ઉડી જતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જયારે લાલાભાઇના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દર્દથી કણસી રહ્યો હતો. ભેદી બ્લાસ્ટના પગલે લોકો દોડી આવ્યા હતા અને દ્રશ્ય જાેઈ ચોકી ઉઠ્‌યા હતા. ઘટનામાં પતિનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પતિએ પત્નીની હત્યા કરવા એક્પ્લોઝીવ ડિવાઇસનો ઉપયોગ કરતા ઘટનાસ્થળે પહોંચેલી ઈસરી પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ અંગે જિલ્લા પોલીસવડાને જાણ કરતા જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ભેદી બ્લાસ્ટ મામલે ડીએસવાયએસપી બી બી બસિયાએ કહ્યું કે, પતિએ શરીરે ડિટોનેટર કેપ લગાવી પત્નીની હત્યા કરી છે. તેણે વહેમની શંકાએ પત્ની પર આત્મઘાતી હુમલો કર્યો હતો. ઘટનામાં દંપતીનું મોત નિપજ્યુ છે. રિસાયેલ પતિ પત્નીને લેવા આવ્યો હતો. ત્યારે પોલીસે મૃતક પતિ સામે હત્યા તેમજ એક્સ્પ્લોઝીવ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. લાલાભાઈ ડિટોનેટર કેપ ક્યાંથી આવી તે દિશામાં તપાસ તેજ કરી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0