અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ઉમેદપુર દધાલિયા ગામે પરંપરાગત ભાદરવા માસ ના બીજા રવિવારે ખંડુજી નો ઐતિહાસિક મેળો ભરાય છે.

ગરવીતાકાત,અરવલ્લી: ગુજરાત માં ગ્રામ્ય વિસ્તારો માં ભરાતા લોકમેળો પાછળ ઐતિહાસિક મહત્વ છુપાયેલું હોય છે ત્યારે મોડાસા તાલુકાના ઉમેદપુર દધાલિયા ગામે 250 વર્ષ કરતા પણ વધુ સમય થી ખંડુજી નો મેળો ભરાય છે ઉમેદપુર ગામે 250 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક ખંડુજી મહાદેવ નું સ્વયંભૂ મંદિર આવેલું છે આ મંદિરે દર ભાદરવા મહિના ના બીજા રવિવાર ના દિવસે લોક મેળો યોજાય છે આ લોક મેળા પાછળ નું ઐતિહાસિક મહત્વ એ છે કે વર્ષ દરમિયાન પશુઓ માં મહામારી કે અન્ય કોઈ રોગચાળો આવે ત્યારે આ ખંડુજી મહાદેવ ના મંદિરે શ્રીફળ વધેરવા ની ખેડૂત પશુપાલકો બાધા રાખેછે આ બધા થી પશુઓ માં આવેલો કોઈપણ રોગ મટી જાય છે એવી વર્ષો ની માન્યતા છે અને સાચેજ રોગ મટી પણ જાય છે પશુઓ માં રોગ મટ્યા પછી સામુહિક બાધા કરવા માટે અરવલ્લી મહીસાગર સાબરકાંઠા મહેસાણા અને રાજસ્થાન થી હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ ખંડુજી ના મેળા માં ઉમટી પડેછે અને મહાદેવ ના દર્શન કરી શ્રીફળ વધેરી બાધા પૂર્ણ કરેછે આમ અનાદિ કાળ થી ખડુંજી મહાદેવ ખાતે ભરાતો લોકમેળો ઐતિહાસિક અને લૌકિક મહત્વ ધરાવેછે આ ખંડુજી મહાદેવ સાનિધ્યે ટિકટોક કવીન અલપીતા ચૌધરી પણ ભગવાન ના સાનિધ્યે શીશ જુકાવવા માટે આવી હતી અને ભગવાન ના આશીર્વાદ લઇ પોતાના કાર્ય ક્ષેત્ર માં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરી હતી.

તસ્વીર અહેવાલ ઇન્દ્ર પટેલ સાબરકાંઠા