આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણ કરતા હોસ્પિટલના તબિયત સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો….
ગરવી તાકાત ઈડર-20
એક તરફ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બેટી બચાવો બેટી પઢાવો ના નારા સાથે દેશમાં લોકોની જાગૃતિ માટેના અર્થાગ પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સોનોગ્રાફી મશીન થકી ગાયનેક તબીબ ગર્ભવતી મહિલાઓનું ગર્ભપરીક્ષણ કરતો હોવાનું ધ્યાને આવ્યું હતું.
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી હોસ્પિટલમાં ચાર કલાક કરતાં વધૂ સમય સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ તેમજ હોસ્પિટલમાં રહેલી ત્રણ સોનોગ્રાફી મશીન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે મહત્વની બાબતે છે કે એક તરફ બેટી પઢાવો બેટી બચાવો ના સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેની વરચે સ્થાનિક કક્ષાએ ગાયનેક તબીબો દ્વારા ગર્ભવતી મહિલાઓનું ગર્ભપરીક્ષણ કરાતું હોવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ઈડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિટલ માં જિલ્લા આરોગ્ય વિભાગે સ્થાનિક પોલીસને સાથે રાખી ચાર કલાક કરતાં પણ વધુ સમય સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં તબિયત સોનોગ્રાફી મશીનનો દૂર ઉપયોગ કરીને ગર્ભવતી મહિલાઓનું ગર્ભપરીક્ષણ કરતો હોવાનો ઘટસ્પોટ થયો છે. મહત્વની બાબત એ છે કે ચાર કલાક સુઘી સ્થાનીય પોલીસને સાથે રાખી આરોગ્ય વિભાગ દ્વારા સર્ચ બાદ તબીબ સામે કાર્યવાહી કરવામાં આવી છે
જોકે સ્થાનીય કક્ષાએ રાજકીય ઓળખાણ સહિત તબીબી ઓળખ લક્ષમી વુમન્સ હૉસ્પિટલના તબીબ ના બચાવમાં ધમપછાડા કરતા હોવાની સૂત્રો પાસેથી માહિતિ મળી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં ચાર કલાક કરતા પણ વધુ સમય સુધી સર્ચ ઓપરેશન બાદ તબિબ સામે કરવાની થતી કામગીરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ નબળી કામગીરી કરતું હોય તે પ્રમાણેના દ્રશ્યો સ્પષ્ટ થયા છે ઈડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં ચાર કલાક કરતાં પણ વધુ સમય સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ કાર્યવાહીના નામે આરોગ્ય વિભાગ સામે પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે એક તરફ જિલ્લા વિભાગની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા તેમજ સોનોગ્રાફી મશીન નો દુરુપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું તે બાદ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલના તબિબ સામે કાર્યવાહી કરતાં ની સાથે તબીબના આકાઓ તબિબના બચાવમાં આવી આરોગ્ય વિભાગની કામગીરીમાં વિલંબ થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હોવાની સૂત્રો માહિતિ પ્રાપ્ત થઈ છે
જૉકે આ તમામની વરચે ઈડરની ખાનગી હોસ્પિટલમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી સહિતનાં ગર્ભવતી દર્દીઓ ગર્ભપરીક્ષણ માટે આવતાં હોવાની રાવ સાથે સોનોગ્રાફી મશીનો નો દુરુપયોગ થતો હોવાની તેમજ સરકારના નિયમોનો ભંગ કરતો હોવાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરાઈ છે. લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં ચાર કલાક કરતા વધુ સમય ગાળા દરમિયાન ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના મોબાઈલ ફોન બંધ થયા હતા તેમજ અધિકારીઓ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાની વાત કહી ઓફિસમાં ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી ત્યારે આ તમામની વરચે ઈડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિટલના તબિબ સામે ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કેવા અને કયા પગલા ભરવામાં આવે છે તે મહત્વનું બની રહે છે સાથેસાથે આગામી સમયમાં હોસ્પિટલ સામે કેવી અને ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેવા અનેક સવાલો જિલ્લા આરોગ્ય વિભાગ સહિત વિભાગના અધિકારીઓ સામે ઉદભવી રહ્યા છે….


