મે મહિનાની શરૂઆત થતાં જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ભીષણ ગરમી અને લૂના કારણે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સવારે 10 વાગ્યા બાદ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ગરમીને યેનકેન પ્રકારે બચવા માટે લોકો વિવિધ નુસ્ખાઓ શોધ્યા કરતા હોય છે તેવામાં આજકાલ સોશિયલ મીડિયમાં એક કારની તસવીર વાયરલ થઇ રહી છે. અમદાવાદના એક કાર માલિકે પોતાની કારને ઠંડી રાખવા માટે ગાયના છાણથી રંગી દીધી હતી.ફેસબુક યૂઝર રૂપેશ ગૌરાંગ દાસે ગાયના છાણથી રંગેલ કારની તસ્વીરે પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી. આ સાથે જ તેમણે લખ્યું કે, ગાયના છાણનો સાચો ઉપયોગ અત્યાર સુધી નહોંતો જોયો 45 ડિગ્રી ગરમીને માત આપવા માટે અને ગરમ થતી અટકાવવા માટે સેજલ શાહે પોતાની કારને ગાયના છાણથી રંગી દીધી. આ સાથે જ તેણે વધુમાં કહ્યું કે, સેજલ શાહ અમદાવાદની રહેવાસી છે. વાયરલ થયેલ તસવીરમાં સ્પષ્ટ દેખાઇ આવે છે કે, કારના માલિકે પોતાની ટોયોટા કંપનીની કારને ગાયના છાણથી રંગી દીધી છે. તો આ ફેસબુક પોસ્ટ પર કેટલાક લોકોએ એવો પણ સવાલ કર્યો કે, ગાયના છાણની દુર્ગંધથી બચવા માટે અંદર બેઠેલા લોકો શું કરે છે…? તો વળી એક યુઝર્સે એવો પણ સવાલ કર્યો કે, ગાયના છાણના કેટલા લેયરનો ઉપયોગ કર્યો છે. આપને જણાવી દઇએ કે, ટોયોટા કાર મહારાષ્ટ્રના રમણિકલાલ શાહના નામથી ખરીદવામાં આવેલ છે.

Contribute Your Support by Sharing this News: