ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેતી બીલના વિરોધમાં ભાજપ કાર્યાલય સામે પ્રદર્શન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તા એકઠા થઈ ખેડુતોના સમર્થનમાં ભારત બંધનુ સમર્થન કરી બીલને બીલને પાછુ ખેચવાની માંગ કરી હતી.  

ખેતી બીલના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ વિવિધ પોસ્ટરો લઈને આવ્યા હતા જેમાં ખેડુતોના સમર્થનમાં સુત્રો લખાયેલ હતા.  ” બેઠા છે સત્તામાં ચોર, ખેડુતોની ખોદે છે ઘોર”“સત્તામાં ભાજપ છે, એજ તો મોટી લપ છે”  જેવા સુત્રોથી ખેડુત વિરોધી બીલનો વિરોધ કરી ભારત બંધનુ સમર્થન કર્યુ હતુ.