કેટલાક સમયથી યુવા વર્ગમાં પ્રાઈવેટ સેક્ટર ઉપરથી રોજગારી બાબતે વિશ્વાષ ઉઠવા લાગ્યો છે. જેેમાં મુખ્ય કારણ અસ્થાઈ ભરતી,પગારના ડખા,કામના કલાકો, જેવી બાબતને ધ્યાન રાખી પ્રાઈવેટ સેક્ટર ઉપરથી લોકોનો મોહ ભંગ થવા લાગ્યો છે. જ્યા બેરોજગારીનો દર 45 વર્ષની ટોચે પહોંચ્યો છે એવી પરિસ્થિતીમાં લોકો તત્કાલ રાહત માટ ગમે તેવી નોકરી સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. પ્રોડક્શનની ઘટ અને બેરોજગારીનો દર ચીંતાજનક વિષય બની ગયો છે. એવામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા ખાતે ખાનગી ક્ષેત્રમાં નોકરી આપતી કંપનીઓએ ભરતી મેળાનુ આયોજન કરેલુ છે.
જેમાં ધોરણ 10, આઇ.ટી.આઇ. પાસથી ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ઈ-રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશે. જેની વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે. ઇ-રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરી આપતી કંપની ટેલીફોનીક/ વિડિયોકોલના માધ્યમથી ઇન્ટરવ્યુ લેવામાં આવશે.ઈ-રોજગાર ભરતીમેળામાં રોજગારવાંચ્છુ ઉમેદવારે ભાગ લેવા માટે ઓનલાઈન લીન્ક:https://rb.gy/bjyjmn પર ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. 20 નવેમ્બર 2020 પહેલા કરવાનુ રહેશે.
કોરોના વાઈરસના કારણે લોકડાઉન લાગુ કરાતા પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રીઝે અનેક લોકોને ઘર ભેગા કરી દીધા હતા. જેમાં સરકારની સ્પષ્ટ ગાઈડ લાઈન હોવા છતા પ્રાઈવેટ સેક્ટર માનવતા ભુલી અનેક કામદારોને પગાર આપવાની જગ્યાએ નોકરીમાંથી છુટા કરી દિધેલ હતા. એક સર્વે મુજબ દેશમાં નોકરી માંઢી કાઢી મુકાયેલાનો આંકડો 9 કરોડથી વધુએ પહોંચી ગયો હતો. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને મોટો આર્થીક ફટકો પડ્યો. જેથી તેઓની ખરીદ શક્તિ ઘટતા માર્કેટ ઉપર સીધી અસર જોવા મળી હતી. હવે જ્યારે અનલોકની પ્રક્રીયા થઈ રહી છે ત્યારે પ્રાઈવેટ સેક્ટરવાળા વર્કરો માટે દરવાજા ખોલી રહ્યા છે. જેમાં તેઓ ભરતીમેળાનુ આયોજન કરવા જઈ રહ્યા છે. જેમાં ધોરણ 10 થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ભરતીમેળામાં ભાગ લેવા માટે આયોજન કરી રહ્યા છે.