29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર હંગામો થવાની સંભાવના છે. બે નવા સભ્યોએ શપથ લીધા બાદ અને આઠ વિદાય પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આજે સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદાઓ પાછી ખેંચવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. ગતસત્રમાં હંગામો મચાવનાર 20 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાઈ શકાય છે. પીયુસ ગોયલે માંગ કરી હતી કે, ટેબલ ઉપર ચડી, ચશ્મા તોડી, મહિલા માર્શલો સાથે બદ્દતમીજી કરનાર સાંસદો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ બધાની વચ્ચે વિપક્ષી નેતાઓએ સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાના એક કલાક પહેલા બેઠક યોજવાનું પણ આયોજન કર્યું છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં હોબાળો સર્જાતા બન્ને ગૃહ ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોને સંસદમાં શાંતિથી પ્રશ્નો પૂછવાની અપીલ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આપણે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર સમજણ અને એકતા સાથે વાત કરવાની જરૂર છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ અવસર છે જ્યારે આપણે રચનાત્મક ચર્ચા કરીને દેશના હિતમાં આગળ વધવું જાેઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે અને રચનાત્મક ચર્ચા થવી જાેઈએ. તેમણે કહ્યું કે સરકાર અને તેની નીતિઓ વિરુદ્ધ સંસદમાં અવાજ બુલંદ હોવો જાેઈએ, પરંતુ સંસદ અને અધ્યક્ષની ગરિમા પણ જળવાઈ રહેવી જાેઈએ.
દરમિયાન કોંગ્રેસે સંસદ સત્ર પહેલા વિરોધ પક્ષોની બેઠક બોલાવીને રણનીતિ તૈયાર કરી હતી. જાે કે, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે આ બેઠકથી દૂરી લીધી હતી. તે જ સમયે, કોંગ્રેસ સંસદમાં ગાંધી પ્રતિમાની બહાર વિરોધ કરી રહી છે. એમએસપીની ગેરંટી માટે અલગ કાયદો બનાવવાની કોંગ્રેસના નેતાઓની માંગ છે. આ શિયાળુ સત્રમાં એગ્રીકલ્ચર લો રિપીલ બિલ ઉપરાંત ૨૬ અન્ય બિલ પણ સરકારના એજન્ડામાં છે. આ જ કારણ છે કે ભાજપ અને વિપક્ષે પોતપોતાના સાંસદોને હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે