જન સેવા એ જ પ્રભુ સેવા*
*ઉનાળો આકારો બન્યો છે..કેટલાય ગામો માં પીવાના પાણી ની તકલિફ છે માથે માટલા લઈને જતી બહેનો ના ફોટા પેપર.ટીવી માં રોજ બરોજ જોવા મળે છે…. અને આપણે પેપર વાંચી મૂકી દઈએ બસ .. પરંતુ સદનસીબે સાબરકાંઠા જિલ્લા ના તલોદ તાલુકા ના પુંસરી ગામ ને ભગવાને પૂરતું પાણી આપ્યું છે અને શ્રી હીમાંશુભાઈ એન. પટેલ (પુંસરી માજી સરપંચ અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મંત્રી) ની કોઠાસૂઝ થી સારી વિતરણ વ્યવસ્થા પણ ગોઠવાઈ છે .પરંતુ છેલ્લા 10 દિવસ થી જાણવા મળ્યું કે પુંસરી ના આજુબાજુ ના કેટલાક ગામો માં પાણી ની વિકટ સ્થિતિ છે પુંસરી થી 10 કિલોમીટર દૂર તાજપુર ગામે દયાજનક સ્થિતિ છે ત્યાંના લોકો તેમજ વહીવટી  ટિમ એ પ્રયત્નો કર્યા પણ કાઈ મેડ પડ્યો નહીં ..ગઈ કાલે શ્રી હીમાંશુભાઈ તાજપુર ગામે ગયા રાવળ સમાજ ના 180 ઘર ની મહિલા ઓ આખો દિવસ ખેતરે ખતરે ફરી પાણી માટે વલખા મારતી જોયી અને નક્કી કર્યું કોઈના આધારિત રહ્યા વગર પુંસરી ગામ થી ટેન્કર થી પાણી તાજપુર ગામ  ને પૂરું પડવાનું મન બનાવ્યું તેઓના ગામ જોડે પાણી છે તો એનો લાભ બાજુ ના ગામ ને મળવો જોઈએ એક ટિમ બનાવી દરરોજ તાજપુર ના આ વિસ્તારો ને રોજ 5 ટેન્કર પાણી આજ થી શરૂ કર્યું છે સાથે બીજા 11 ગામો ની જવાબદારી  પણ લેવા શ્રી હીમાંશુભાઈ પટેલ લેવા જઇ રહ્યા છે. જ્યાં  પુંસરી થિ આ  11 ગામો ને પીવાનું પાણી પૂરું પાળશે….
માત્ર સરકાર અને તેના  આધારિત ના રહેતા જે ગામો પાસે પાણી ની સગવડ હોય તેને બીજા ગામો ની જવાબદારી ઉપાડ વાનો સમય છે. જે ગામો પાણી માટે તલસી રહ્યા છે ત્યાં જઈને જોજો પાણી નો સાચો અર્થ સમજાશે .*
Contribute Your Support by Sharing this News: